દિવાળીનો તહેવાર બોલીવુડ સિતારાઓ માટે પણ ખૂબ ખાસ હોય છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના પરિવાર અને મિત્રો સાથે આ ખાસ દિવસ ઉજવે છે. ફિલ્મી સિતારાઓ પણ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને આ તહેવારને પૂરા ઉત્સાહ સાથે ઉજવે છે. આ વખતે પણ અનેક બોલીવુડ એક્ટ્રેસિસે દિવાળીની ઉજવણીની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. કોઈએ ઘરે પૂજા કરી, તો કોઈએ પોતાના પરિવાર અને મિત્રો સાથે મળીને આ દિવસને યાદગાર બનાવ્યો.

કંગના, રકુલ અને શર્વરીનો ખાસ અંદાજ

આ પ્રસંગે કંગના રનૌતનું દિવાળી સેલિબ્રેશન પણ ભારે ચર્ચામાં રહ્યું. આ સાથે જ આયશા ખાન અને શર્વરીએ પણ પોતાના અનોખા અંદાજમાં તહેવારની ઉજવણી કરી. ટ્રેડિશનલ કપડાંથી લઈને દિવાળીના ડેકોરેશન અને તહેવારની રોનક સુધી, આ સિતારાઓની ઉજવણીમાં ઘણું બધું ખાસ જોવા મળ્યું. આવો જોઈએ બોલીવુડ સેલેબ્સનું દિવાળી સેલિબ્રેશન.

https://www.instagram.com/reel/Dfe1nv1TBkB/?utm_source=ig_web_copy_link&obrf=NTc4MTIwNjQ2YQ==

કંગના રનૌતે શેર કર્યો વીડિયો

કંગના રનૌતે દિવાળી સેલિબ્રેશનનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ લાલ સાડીમાં સજ્જ જોવા મળી રહી છે. તેના હાથમાં પૂજાની થાળી છે અને તે દીવા પ્રગટાવતી નજરે પડે છે. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું: તમે જિંદગીની સાચી અને સદાબહાર સુંદરતાને સમજો. રોશનીનો આ તહેવાર તમારા જીવનમાં ખુશીઓ, પ્રગતિ, પ્રેમ અને સંતોષ લઈને આવે. દિવાળીની હાર્દિક શુભકામનાઓ.

https://www.instagram.com/p/DfeAk1HCssH/?utm_source=ig_web_copy_link&obrf=NTc4MTIwNjQ2YQ==

રકુલ પ્રીત સિંહે પણ શેર કરી તસવીરો

રકુલ પ્રીતે પણ પતિ જેકી ભગનાની સાથે મળીને દિવાળીનો તહેવાર ઉજવ્યો છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. એક ફોટામાં એક્ટ્રેસ પતિ જેકી સાથે રોમેન્ટિક પોઝ આપતી નજરે પડે છે. કેપ્શનમાં રકુલે પોતાના ફેન્સને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.

https://www.instagram.com/p/Dfe-iWfGSLE/?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==

આયશા ખાનની દિવાળી પર મસ્તી

'શરારત' ગીતથી પોપ્યુલર થયેલી આયશા ખાન પણ દરેક તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે. એક્ટ્રેસે દિવાળીનું સેલિબ્રેશન પણ કર્યું છે. આયશાએ જે ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે, તેમાં તે દિવાળીનું ફૂડ એન્જોય કરતી જોવા મળી રહી છે. આયશાએ લખ્યું: દિવાળીની ખૂબ બધી શુભેચ્છાઓ, આપ સૌને ઘણો બધો પ્રેમ. તમારો દિવસ સરસ રહે. હું આ દિવાળી પોતાના ઘર અને પરિવારથી દૂર ઉજવી રહી છું, પરંતુ હું જેમની સાથે છું તે પણ મારા ખૂબ ખાસ છે.

https://www.instagram.com/p/Dfe57nOn2k6/?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==

શર્વરીનું ફેમિલી સાથે દિવાળી સેલિબ્રેશન

એક્ટ્રેસ શર્વરીએ પોતાની ફેમિલી સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો છે. એક્ટ્રેસે જે તસવીરો પોસ્ટ કરી છે તેમાં તે પોતાના મમ્મી-પપ્પા, બહેન અને ભાઈઓ સાથે જોવા મળી રહી છે. બધા સાથે મળીને ખૂબ મસ્તી કરી રહ્યા છે. શર્વરીએ કેપ્શનમાં લખ્યું છે, હમ સાથ સાથ હૈં. હેપ્પી દિવાળી.

પલકે શેર કરી માતા શ્વેતા સાથેની તસવીરો

એક્ટ્રેસ પલક તિવારીએ પણ ભાઈ અને માતા શ્વેતા તિવારી સાથે દિવાળી ઉજવી છે. તેની તસવીરો પણ એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક ફોટામાં પલક ભાઈ સાથે દીવા પ્રગટાવતી જોવા મળી રહી છે, જ્યારે બીજા ફોટામાં તે માતા શ્વેતા સાથે પોઝ આપી રહી છે. પલકે સૌને દિવાળીની શુભેચ્છાઓ આપી છે.

https://www.instagram.com/p/DffGvdVmQDi/?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==

બોલીવુડના તમામ સેલેબ્સ પણ દિવાળીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના નવા ઘરે પહેલી દિવાળી ઉજવી છે, જેની તસવીરો પણ સામે આવી છે. બાલ્કનીમાંથી આલિયા અને રણબીર પાપારાઝીને પોઝ આપતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો-Star Kid : કેટરિના કૈફના દીકરા વિહાનની પહેલી ઝલક આવી સામે, ફેન્સે કહ્યું- 'પપ્પા વિક્કી જેવો જ લાગે છે!'