પાછલા કેટલાક સમયથી સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જ જઈ રહ્યા છે. એવું સતત જોવા મળી રહ્યું છે કે ઘણી એક્ટ્રેસના ડીપફેક વીડિયો બનાવવામાં આવી રહ્યા છે અને તેનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે સાઉથ ફિલ્મ કાંતારાની એક્ટ્રેસ રુક્મિણી વસંતને જ લઈ લો. થોડા સમય પહેલા તેનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે બિકીનીમાં જોવા મળી હતી. હવે આ મામલામાં એક્શન લેવામાં આવ્યા છે અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાઉથ અને બોલીવુડની ઘણી બધી એક્ટ્રેસ સાથે એવું જોવા મળ્યું છે. આયે દિવસ ડીપફેક અને AI જનરેટેડ વીડિયોઝના મામલા વધતા જ જઈ રહ્યા છે.
ડીપફેક વીડિયો સામે નોંધાવી હતી ફરિયાદ
મામલાની વાત કરીએ તો 29 વર્ષીય એક્ટ્રેસ રુક્મિણી વસંતે સાયબર ક્રાઇમમાં પોતાના ડીપફેક વીડિયોઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક્ટ્રેસની AI થી બનેલી બિકીની તસવીરો અને ડીપફેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા જેનાથી તેની છબીને નુકસાન પહોંચી રહ્યું હતું. આ દરમિયાન તેણે બેંગલુરુ સાયબર ક્રાઇમમાં આની ફરિયાદ નોંધાવી હતી.













