ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર 1 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. સવારથી જ લોકો આ ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા છે અને સોશિયલ મીડિયા પર તેની પ્રશંસાનો વરસાદ કરી રહ્યા છે. લોકોએ ઘણા દિવસો પહેલા જ બુકિંગ શરૂ કરી દીધું હતું જેથી તેઓ તેને પહેલા દિવસે જોઈ શકે. આજની રજા એક મોટો ફાયદો સાબિત થઈ રહી છે કારણ કે લોકો સોશિયલ મીડિયા પર તેમના રિવ્યુ શેર કરી રહ્યા છે.
કાંતારા બ્લોકબસ્ટર સાબિત થશે?
ઋષભ શેટ્ટીએ 2022માં કાંતારા રિલીઝ કરી હતી. તે બ્લોકબસ્ટર હતી અને ત્યારથી ચાહકો તેની સિક્વલ માટે માંગ કરી રહ્યા હતા. હવે 3 વર્ષ બાદ ઋષભે ફિલ્મની પ્રિકવલ રિલીઝ કરી છે, જે કાંતારા પહેલાની કહાની કહે છે. ફિલ્મ જોયા બાદ લોકો ઋષભ શેટ્ટીની પ્રશંસા કરવાનું અને તેના માટે પુરસ્કારોની માંગ કરવાનું બંધ કરી શકતા નથી.
કાંતારા ચેપ્ટર 1એ મચાવી ધૂમ
સોશિયલ મીડિયા પર લોકો કાંતારા ચેપ્ટર 1ની પ્રશંસા કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું હતું કે, 'વધુ એક રાષ્ટ્રીય પુરસ્કાર લોડ થઈ રહ્યો છે...ઋષભ શેટ્ટીએ ફરીથી તે કર્યું છે. આખી ફિલ્મમાં ઘણી બધી રુવાંટા ઉભી કરે તેવી ક્ષણો છે.' બીજાએ લખ્યું હતું કે, આ વખતે તે વધુ અદ્ભુત છે. બીજાએ લખ્યું કે,કાંતારા ચેપ્ટર 1= આગ! તો ઘણા પ્રેક્ષકોએ તાળીઓ પાડી! આગામી સ્ટોપ: 1000 કરોડ ક્લબ.'
કાંતારા ચેપ્ટર 1 માટે ઋષભ શેટ્ટીની ફી કેટલી?
અહેવાલ મુજબ, ઋષભ શેટ્ટીએ કાંતારા ચેપ્ટર 1ના અભિનય કે દિગ્દર્શન માટે એક પણ રૂપિયો લીધો નથી. તેના બદલે તેમણે નફામાં ભાગીદારીનો વિકલ્પ પસંદ કર્યો. તેથી ફિલ્મમાંથી ઋષભની કમાણી સંપૂર્ણપણે તેના બોક્સ ઓફિસ પ્રદર્શન પર નિર્ભર રહેશે. નોંધનીય છે કે કાંતારા ચેપ્ટર 1 રૂ. 125 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને ઋષભ શેટ્ટીએ તેમાં નોંધપાત્ર રકમનું રોકાણ કર્યું છે.
કાંતારા ચેપ્ટર 1 શેના પર આધારિત?
કાંતારા ચેપ્ટર 1 કર્ણાટકના કદંબ સમયગાળા દરમિયાન સેટ થયેલ છે. કદંબો કર્ણાટકના કેટલાક ભાગોના મહત્વપૂર્ણ શાસકો હતા અને તેમણે પ્રદેશના સ્થાપત્ય અને સંસ્કૃતિને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે સમયગાળાને ભારતીય ઇતિહાસમાં સુવર્ણ યુગ માનવામાં આવે છે. 2023માં શેટ્ટીએ જાહેરાત કરી હતી કે પ્રેક્ષકોએ જે જોયું તે ખરેખર ભાગ 2 હતો અને તેથી આગામી રિલીઝ કાંતારાનો પ્રિકવલ હશે.
તમને જણાવી દઈએ કે, ઋષભ શેટ્ટી કાંતારા ચેપ્ટર 1નું દિગ્દર્શન કરી રહ્યા છે અને તે મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં ઘણા અન્ય મુખ્ય કલાકારો પણ છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે.