કપિલ શર્મા આજના સમયમાં ભારતના સૌથી મોટા કોમેડિયનમાંના એક છે. તેઓ છેલ્લા 19 વર્ષોથી લોકોને હસાવતા આવ્યા છે. વર્ષ 2007માં તેણે કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન 3નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ લોકો પર તેમની કોમેડીનો એવો રંગ ચઢ્યો કે તેઓ ચારેય તરફ છવાઈ ગયા. છેલ્લા 13 વર્ષોથી કપિલ પોતાના કોમેડી શો દ્વારા લોકોને હસાવી રહ્યા છે.

કોમેડી નાઈટ્સ વિથ કપિલ

વર્ષ 2013માં તેઓ કલર્સ ટીવી પર કોમેડી નાઈટ્સ વિથ કપિલ નામથી પોતાનો શો લઈને આવ્યા. વર્ષ 2016માં કપિલે કલર્સ ટીવી છોડીને સોની ચેનલ પસંદ કરી અને એ જ ફોર્મેટમાં ધ કપિલ શર્મા શો લઈને આવ્યા. જ્યારે 2024થી તેમનો શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો નામથી નેટફ્લિક્સ પર આવી રહ્યો છે. 
The Kapil Sharma Show top 5 hit episodes (1)

ઐશ્વર્યા, રણબીર અને અનુષ્કાનો એપિસોડ

ધ કપિલ શર્મા શોના એપિસોડ નંબર 53માં રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય સામેલ થયા હતા. આ ત્રણેય કલાકારો ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલના પ્રમોશન માટે આવ્યા હતા. આ એપિસોડની ક્લિપ્સ આજે પણ યૂટ્યુબ પર સ્ક્રોલ કરતી વખતે જોવા મળે છે. યૂટ્યુબ પર આ એપિસોડ પર 92 મિલિયન એટલે કે 9.2 કરોડ વ્યૂઝ છે.
The Kapil Sharma Show top 5 hit episodes (2)

સલમાન ખાન અને અનુષ્કા શર્માનો એપિસોડ

સોની ટીવી પર આ શોના એપિસોડ નંબર 53માં સલમાન ખાન અને અનુષ્કા શર્મા સાથે મળીને સુલ્તાન ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવ્યા હતા. આ એપિસોડ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. યૂટ્યુબ પર આ એપિસોડ પર 67 મિલિયન એટલે કે 6.7 કરોડ વ્યૂઝ છે. સલમાન ઘણી વખત કપિલના શોનો હિસ્સો બની ચૂક્યા છે.
The Kapil Sharma Show top 5 hit episodes (3)

અજય દેવગણ અને કાજોલનો એપિસોડ

ધ કપિલ શર્મા શોના એપિસોડ નંબર 55માં કાજોલ અને અજય દેવગણ, બંને પતિ-પત્ની એક સાથે જોવા મળ્યા હતા. આ બંને સાથે કપિલે ખૂબ મજાક-મસ્તી કરી હતી. દર્શકોને પણ આ એપિસોડ ગમ્યો હતો. આ એપિસોડ પર વ્યૂઝ કાઉન્ટ 57 મિલિયન એટલે કે 5.7 કરોડ છે.
The Kapil Sharma Show top 5 hit episodes (5)

શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટનો એપિસોડ

શાહરૂખ ખાન પણ ઘણી વાર કપિલના શોમાં આવી ચૂક્યા છે. ફિલ્મ ડિયર જિંદગીનું પ્રમોશન કરવા માટે તેઓ આલિયા ભટ્ટ સાથે કપિલના શોમાં પહોંચ્યા હતા. એપિસોડ નંબર 62, જેને યૂટ્યુબ પર 37 મિલિયન એટલે કે 3.7 કરોડ લોકો જોઈ ચૂક્યા છે.
The Kapil Sharma Show top 5 hit episodes (4)

પ્રિયંકા ચોપરાનો એપિસોડ

ધ કપિલ શર્મા શોના એપિસોડ નંબર 80માં પ્રિયંકા ચોપરા જોવા મળી હતી. આ પણ કપિલના શોનો એક પોપ્યુલર એપિસોડ છે. યૂટ્યુબ પર આ એપિસોડને 25 મિલિયન એટલે કે 2.5 કરોડ વ્યૂઝ મળ્યા છે. આ 5 એપિસોડનું લિસ્ટ કોઈ ખાસ કે ઓફિશિયલ રેન્કિંગના આધારે નથી, પરંતુ આ એવા એપિસોડ છે જે ખૂબ ફેમસ છે અને તેના સીન સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે કપિલ નેટફ્લિક્સ પર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની પાંચમી સીઝન લઈને આવી રહ્યા છે. 26 સપ્ટેમ્બરથી આ સીઝન શરૂ થશે.

આ પણ વાંચો-Pushpa Star : ગ્લોબલી મચશે તહેલકો, થઈ જાઓ તૈયાર! અલ્લુ અર્જુનની રાકાનું નવું ટીઝર રિલીઝ