બોલીવુડનું મોસ્ટ લવિંગ કપલના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. બોલીવુડના ઘણા કપલે આ વર્ષે નવા મહેમાનનું સ્વાગત કર્યું છે. આ યાદીમાં હવે કેટરિના કૈફ અને વિકી કૌશલનું નામ પણ ઉમેરાયું છે. આજે વિકી કૌશલ અને કેટરિના કૈફ દ્વારા પોતાના ઘરે બેબી બોયનો જન્મ થયો હોવાની જાહેરાત કરી છે. જે કારણે ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં ઘણા બોલીવુડ સેલેબ્રિટીઓ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.


પુત્રનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ

બોલીવુડનું પાવર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ માતા-પિતા બન્યા છે. તેમના ઘરે પુત્રનો જન્મ થતા પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે. વિકી અને કેટરિના કૈફના લગ્નને 4 વર્ષ જેટલો સમય થયો છે. તેમણે બંનેએ ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં એક રોયલ વેડિંગ સમારોહનું આયોજન કરીને લગ્ન કર્યા હતા. ફેન્સ અને સેલેબ્સ તેમને સોશિયલ મીડિયા પર અનોખી રીતે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બોલીવુડના ફેમસ કપલે હવે પેરેન્ટ્સ ક્લબમાં એન્ટ્રી કરી છે. આ તેમના જીવનના એક નવા અધ્યાયની શરૂઆત છે. આવામાં ઘણા લોકો તેમને અલગ અલગ રીતે શુભેચ્છાઓ આપતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપ્યા સમાચાર

નવા માતા-પિતા બનેલા વિકી કૌશલ અને કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ સમાચાર ફેન્સને આપ્યા છે. તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, 7 નવેમ્બરે તેમના ઘરે પુત્રનો જન્મ થયો છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે બ્લેસ્ડ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેમણે તેમના પુત્રનો ચહેરો બતાવ્યો નથી. આ સાથે પુત્રના નામની વિગતો અંગે પણ જાણકારી આપી નથી.

સેલેબ્સે આ રીતે આપી શુભકામનાઓ

  • વિકી કૌશલના ભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કાકા બનવાનો ઉત્સાહ દર્શાવ્યો છે. તેમણે પોતાની પોસ્ટ શેર કરતા લખ્યું કે, હું કાકા બની ગયો છું.
  • આ સાથે માધુરી દિક્ષિતે કોમેન્ટ કરી હતી કે, તમને બંનેને ખુબ ખુબ શુભકામનાઓ. બેબીને પ્રેમ મોકલી રહી છું.
  • સોનમ કપૂરે પણ શુભકામનાઓ આપતા લખ્યું કે, શાનદાર! મારો ખુબ ખુબ પ્રેમ.
  • કરીના કપૂરે લખ્યું કે, કેટ, બોય મમ્મા ક્લબમાં તમારું સ્વાગત છે. તમારા અને વિકી માટે હું ખુશ છું.
  • આ સાથે નવી નવી માતા બનેલી પરિણિતી ચોપડાએ શુભકામના આપતા લખ્યું કે, નવા બનેલા માતા-પિતાને બહુ બધી શુભકામનાઓ.
  • પ્રિયંકા ચોપરાએ લખ્યું કે, શુભકામનાઓ, આ સમાચાર સાંભળીને ખુશી થઈ.

આ ઉપરાંત બિપાશા બસુ, રકુલ સિંહ પ્રીત, નિમરત કૌર, ઉપાસના કામિનેની, લારા દત્તા, દિયા મિર્જા જેવા ઘણા બોલીવુડ સેલિબ્રિટીએ વિકી-કેટરિનાને શુભકામનાઓ પાઠવી હતી.

  • Follow us on: