અભિનેત્રી કરીના કપૂર પોતાના અંગત જીવન અને પોતાના બાળકોને કારણે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. કરીના કપૂરે હાલમાં જ પોતાના વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે બોલ્ડ આઉટફિટમાં જોવા મળી રહી છે. કરીનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સાથે જ કરીનાની પ્રેગ્નન્સી અંગે પણ અફવાઓ શરૂ થઈ ગઈ છે.
શું પ્રેગ્નેન્ટ છે કરીના કપૂર?
કરીના કપૂરે શેર કરેલી તસવીરોમાં તેણે સ્કિન અને બ્લેક કલરની મોનોકિની પહેરી છે. ફોટામાં કરીનાનું પેટ દેખાય છે તેથી ફેન્સ સતત ચર્ચાઓ કરવા લાગ્યા છે કે, તે પ્રેગ્નેન્ટ છે. કરીનાની પોસ્ટ પર ઘણી એક સમાન પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ફેન્સ કહી રહ્યા છે કે તેણી પ્રેગ્નેન્ટ છે તેનું પેટ દેખાઈ રહ્યું છે.
કરીના કપૂરનું અંગત જીવન
કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને બંને કપલ પોતાના બે પુત્રો સાથે સુખી જીવન જીવી રહ્યા છે. કરીના અને સૈફને બે પુત્રો તૈમૂર અને જેહ અલી ખાન છે. તૈમૂર અને જેહ સોશિયલ મીડિયા સેન્સેશન છે. બંનેના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સાથે જ ફેન્સને અભિનેત્રીનો મોનોકિનીમાં સિઝલિંગ લુક ખૂબ ગમ્યો હતો.
કરીના છેલ્લે ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે અજય દેવગનની પત્નીની ભૂમિકા ભજવી હતી. તેના રોલનું નામ અવની સિંઘમ હતું. આ ફિલ્મ 2024માં રિલીઝ થઈ હતી અને તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. કરીના સંપૂર્ણપણે તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.