બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર 90ના દાયકાની ટોપ એક્ટ્રેસ રહી છે. તેણે રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ હૈ જેવી તમામ બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. કરિશ્માએ પોતાની પ્રોફેશનલ લાઇફમાં ખૂબ જ સફળતા મેળવી પરંતુ તેનું વિવાહિત જીવન સારું ન રહ્યું. તેને બિઝનેસમેન સંજય કપૂર સાથે પ્રેમ થયો હતો, જેના પછી આ કપલે વર્ષ 2003માં મુંબઈમાં એક પરંપરાગત શીખ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. એક્ટ્રેસનું વિવાહિત જીવન કડવાશથી ભરેલું રહ્યું હતું. બે બાળકો પછી, તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને તેઓ 2016માં અલગ થઈ ગયા હતા. ગયા વર્ષે કરિશ્મા કપૂરના એક્સ પતિ સંજય કપૂરનું પોલો મેચ રમતી વખતે મધમાખી ગળી જવાના કારણે તેમનું અવસાન થયું હતું. 

કરિશ્માએ છૂટાછેડાની અરજીમાં સંજય પર લગાવ્યા હતા ગંભીર આરોપો

લગ્નના અગિયાર વર્ષ પછી, કરિશ્મા અને સંજયના લગ્ન વર્ષ 2014માં તૂટી ગયા હતા. કપલે શરૂઆતમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ આ મામલો ગંભીર આરોપોથી ભરેલી એક ભયંકર કાનૂની લડાઈમાં બદલાઈ ગયો હતો. પોતાની છૂટાછેડાની અરજીમાં કરિશ્માએ સંજય પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો. સૌથી હેરાન કરનારા આરોપોમાંથી એક એ હતો કે હનીમૂન દરમિયાન સંજયે કથિત રીતે એક્ટ્રેસને પોતાના મિત્રો સાથે સૂવા માટે મજબૂર કરી હતી. કરિશ્માએ એવો પણ દાવો કર્યો હતો કે પ્રેગ્નન્સી દરમિયાન સંજયે કથિત રીતે પોતાની માતાને તેમને થપ્પડ મારવા માટે કહ્યું હતું કારણ કે તે એ ડ્રેસમાં ફિટ નહોતી થઈ શકતી જે તેની સાસુ તેને પહેરાવવા માગતી હતી. સંજયે પણ કરિશ્માને ગોલ્ડ ડિગર કહી હતી.

પરસ્પર સંમતિથી 2016માં થયા છૂટાછેડા

બે વર્ષ સુધી પબ્લિકલી એકબીજા પર કાદવ ઉછાળ્યા પછી વર્ષ 2016માં કરિશ્મા કપૂર અને સંજય કપૂરના પરસ્પર સંમતિથી છૂટાછેડા થઈ ગયા હતા. તેમની છૂટાછેડાની ડીલને કોર્ટે પૂરી રીતે ગુપ્ત રાખી હતી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં ઘણી શરતોનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

બાળકોની કસ્ટડી કરિશ્મા કપૂરને મળી હતી

કરિશ્મા કપૂર અને સંજય કપૂરના પરસ્પર સંમતિથી થયેલા છૂટાછેડાની ડીલમાં એક્ટ્રેસને તેના બંને બાળકો સમાયરા અને કિયાનની કસ્ટડી મળી હતી. સંજય કપૂરને પોતાના બાળકોને મળવાનો અને રજાઓ વિતાવવાનો અધિકાર મળ્યો હતો.

મુંબઈમાં મળ્યો આલીશાન બંગલો

છૂટાછેડાની શરત મુજબ કરિશ્મા કપૂરને સંજય કપૂરે મુંબઈના બાંદ્રામાં પોતાના પિતાનો આલીશાન બંગલો પણ આપી દીધો હતો. સંજયે કરિશ્માના લગ્નના દાગીના પણ પાછા આપી દીધા હતા.

બાળકો માટે કરોડોના બોન્ડ

સંજય કપૂરે કરિશ્મા સાથે છૂટાછેડાના કરાર મુજબ પોતાના બંને બાળકો કિયાન અને સમાયરા માટે 14 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. જેના પર દર મહિને 10 લાખ રૂપિયા વ્યાજ મળે છે.

કાનૂની કેસો પાછા ખેંચ્યા હતા

કરિશ્મા કપૂરને સંજય કપૂર સાથે પરસ્પર સંમતિથી થયેલા છૂટાછેડાની શરત મુજબ દિવંગત બિઝનેસમેન સામે નોંધાવેલા ઘરેલું હિંસા સહિતના તમામ કેસો પાછા ખેંચી લીધા હતા. સંજયે પણ કરિશ્માને બંને બાળકોની પૂરી કસ્ટડી સોંપી હતી.

શું કરિશ્માને ભારે એલિમીની મળી હતી?

 મીડિયા રિપોર્ટ્સ મુજબ, કરિશ્મા કપૂરને સંજય કપૂરથી છૂટાછેડા પછી ભારે એલિમીની મળી હતી. સંજયે તેમને 70 કરોડ રૂપિયા એલિમીની તરીકે આપ્યા હતા.

સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે કર્યા હતા ત્રીજા લગ્ન

સંજય કપૂરે કરિશ્મા કપૂરથી છૂટાછેડા લીધા પછી પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા હતા. આ કપલને એક દીકરો છે. 12 જૂન 2025ના રોજ યુકેમાં પોલો રમતી વખતે કાર્ડિયાક અરેસ્ટના કારણે સંજયનું મોત થયું હતું. એવું જણાવવામાં આવ્યું હતું કે પોલો રમતી વખતે સંજયના મોઢામાં મધમાખી ચાલી ગઈ હતી. સંજય ઓટોમોટિવ કમ્પોનન્ટ કંપની સોના કોમસ્ટારના ચેરમેન હતા. તેમના નિધન પછી તેમની 30 હજાર કરોડની સંપત્તિ પર પરિવારમાં કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો-બોલીવુડમાં પનોતી કહીને 13 ફિલ્મોમાંથી કાઢી મુકાયા, એ એક્ટ્રેસે 100 કરોડી ફિલ્મ આપીને બદલી નાખ્યો ઇતિહાસ!