ટીવીની લોકપ્રિય અભિનેત્રી કવિતા કૌશિકે જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. સોનમ વાંગચુકને પ્રદર્શન સ્થળેથી હટાવ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દિલ્હી પોલીસને અપીલ કરી કે વિદ્યાર્થીઓ સાથે કડકાઈ ન દાખવે અને તેમની સાથે માનવતાપૂર્વક વર્તન કરે.

એક્ટ્રેસ કવિતા કૌશિકે કરી પોલીસને અપીલ

કવિતા કૌશિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે દિલ્હી પોલીસને અપીલ કરતાં કહ્યું કે યુનિફોર્મ પહેરતા પહેલા તેઓ પણ એક સામાન્ય માણસ છે અને તેમના ઘરે પણ પરિવાર તેમની રાહ જોતો હોય છે. તેમણે કહ્યું, દિલ્હી પોલીસ, તમને મારી એક વિનંતી છે. તમારા પણ પરિવાર હશે, માતા-પિતા, બાળકો, ભાઈ-બહેન અને પોતાના લોકો હશે. તેથી પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે કડકાઈ ન દાખવો.
https://www.instagram.com/reel/Da-TSZLyzFe/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

તેમણે કહ્યું, ભગવાન ન કરે, પરંતુ જો ક્યારેય આપના પરિવારમાં કોઈને મેડિકલ ઇમરજન્સી થાય, તો તેમને કોઈ નકલી ડોક્ટર નહીં, પરંતુ એક સારા અને કાબિલ ડોક્ટર મળે. આ જ કારણ છે કે આ બાળકો આજે રોડ પર ઉતરીને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.

'મારા દેશના બાળકો પર હાથ ન ઉપાડશો'

કવિતા કૌશિકે દિલ્હી પોલીસને અપીલ કરતાં કહ્યું, મારા દેશના બાળકો અને નાગરિકો પર હાથ ન ઉઠાવો. તેમને ઇજા ન પહોંચાડો અને તેમની સામે તમારી શક્તિનું પ્રદર્શન ન કરો. તેમણે આગળ કહ્યું કે પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે, પરંતુ તેની સાથે માનવતા અને સંવેદનશીલતા જાળવવાનું પણ ભૂલવું જોઈએ નહીં.

શું છે  મામલો?

શિક્ષણ સુધારક સોનમ વાંગચુક 28 જુલાઈથી દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠા છે. તેમની માગ છે કે નીટ-યુજી પરીક્ષામાં કથિત પેપર લીક અને ગડબડીઓના મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો સામેલ થઈને શિક્ષણ વ્યવસ્થામાં સુધારની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો-Celeb Kids : કેટરિના કૈફે દીકરા વિહાન સાથે શેર કરી પહેલી તસવીર, પાર્કમાં રમતા જોવા મળ્યા બંને