અમિતાભ બચ્ચનનો પોપ્યુલર ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' પોતાની 18મી સીઝન સાથે વાપસી માટે તૈયાર છે. આ વખતે શો 'સોચના પડેગા' થીમ સાથે આવશે, જેમાં માત્ર સાચો જવાબ આપવો જ નહીં, પરંતુ વિચારી-સમજીને નિર્ણય લેવા અને જ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવશે.

KBCની સીઝન 18માં થશે ફેરફાર

મેકર્સે હાલમાં જ ત્રણ નવા પ્રોમો પણ જાહેર કર્યા છે. આ પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે સમય સાથે લોકોના જ્ઞાન મેળવવાની રીત કેવી રીતે બદલાઈ છે અને આ સીઝનનો મેસેજ સ્પષ્ટ છે. ઘણીવાર સાચો જવાબ આપતા પહેલા સોચના પડેગા.
https://www.instagram.com/reel/Da5lsr-KD7G/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

પહેલા પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહે છે, આજકાલ જવાબ દરેક જગ્યાએ મળી જાય છે, અહીં સુધી કે તમારા ખિસ્સામાં પણ... એટલે કે તમારા ફોન પર. એટલા માટે આ વખતે કૌન બનેગા કરોડપતિમાં અમે થોડો ફેરફાર કર્યો છે. માત્ર જવાબ યાદ રાખવાથી કામ નહીં ચાલે, તે જવાબ સુધી પહોંચવા માટે તમારે વિચારવું પડશે. જી હા... સોચના પડેગા. બીજા પ્રોમોમાં અમિતાભ બચ્ચન જણાવે છે કે આ વખતે માત્ર પુસ્તકોનું જ્ઞાન પૂરતું નહીં હોય. તેઓ કહે છે, ભૂગોળ, ઇતિહાસ અને વિજ્ઞાનનું જ્ઞાન આ વખતે 'કૌન બનેગા કરોડપતિ' માં પૂરતું નહીં હોય, કારણ કે હવે રમત બદલાઈ ગઈ છે. માત્ર ઉત્તર યાદ રાખવાથી કામ નહીં ચાલે... સોચના પડેગા. જી હા.

ક્યારે અને ક્યાં જોશો કૌન બનેગા કરોડપતિ?

અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલો 'કૌન બનેગા કરોડપતિ 18' 10 ઓગસ્ટથી રાત્રે 9 વાગ્યે શરૂ થશે. શોના નવા એપિસોડ દર સોમવારથી શુક્રવાર સોની ટીવી અને સોની લિવ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો-41 વર્ષની ઉંમરે જેનિફર વિંગેટે કર્યા બીજા લગ્ન! પહેલો વીડિયો સામે આવતા ફેન્સ ચોંકી ગયા!