બોલીવુડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણી માતા બની છે અને તેણીએ દિકરીને જન્મ આપ્યો છે. 15 જુલાઈના રોજ તેણીએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એક સુંદર પુત્રીનું સ્વાગત કર્યું છે. દિકરીના જન્મ બાદ કિયારાના અંગત જીવનમાં એક તરફ ખુશીઓ આવી તો બીજી તરફ કારકિર્દીમાં મુશ્કેલી આવી હતી.

'ડોન 3'માં કિયારા નહીં આ અભિનેત્રીની એન્ટ્રી

કિયારા અડવાણી હવે ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ' ડોન 3'નો ભાગ નથી . આ ફિલ્મમાં તેના સ્થાને કૃતિ સેનનને કાસ્ટ કરવામાં આવી છે. પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી છે.

ડોન 3 ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે રણવીર સિંહને પહેલાથી જ ફાઇનલ કરવામાં આવ્યો છે. હવે તેની સાથે કૃતિ સેનન પણ જોવા મળશે. માતા બન્યા બાદ કિયારા અડવાણીએ તેના પરિવારને પ્રાથમિકતા આપી છે તેથી જ તેણે આ ફિલ્મથી પોતાને દૂર કરી દીધી છે.

કૃતિ સેનને આપ્યો સંકેત

છેલ્લા કેટલાક સમયથી કૃતિ સેનન 'ડોન 3' માં જોડાવાની અફવાઓ ચાલી રહી હતી. અભિનેત્રીએ રણવીર સિંહને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતી વખતે તેણીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, 'ટૂંક સમયમાં સાથે કામ કરવા માટે આતુર છું.' ત્યારથી કૃતિ આ ફિલ્મમાં હોવા અંગે અટકળો ચાલી રહી હતી જે હવે પુષ્ટિ મળી છે.

  • Follow us on: