રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર સતત મજબૂત પકડ જમાવી રહી છે. માત્ર એક અઠવાડિયામાં જ ફિલ્મે 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી હતી અને ત્યારબાદ પણ તેની કમાણીની ગતિ અટકી નથી. શુક્રવારે રિલીઝ થયેલી કપિલ શર્માની ‘kis kisko pyaar karoon 2 આ તોફાની ફિલ્મ સામે ટકી શકી નથી અને શરૂઆતથી જ નબળી સાબિત થઈ છે.


ભારતીય કલેક્શન ₹239.25 કરોડ

એક રિપોર્ટ મુજબ, ‘ધુરંધર’એ ભારતીય બોક્સ ઓફિસ પર ₹235 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને પહેલા અઠવાડિયામાં જ ₹207.25 કરોડની કમાણી કરી હતી. પ્રારંભિક અંદાજ અનુસાર, આઠમા દિવસે ફિલ્મે ભારતમાં આશરે ₹32 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે કુલ ભારતીય કલેક્શન ₹239.25 કરોડ સુધી પહોંચી ગયું છે.

'kis kisko pyaar karoon 2'

હવે વાત કરીએ કપિલ શર્માની કોમેડી ફિલ્મ ‘kis kisko pyaar karoon 2’ના બોક્સ ઓફિસ કલેક્શનની. આ ફિલ્મે ખૂબ જ નબળી શરૂઆત કરી છે. રિલીઝના પહેલા દિવસે ફિલ્મે ફક્ત ₹1.75 કરોડની કમાણી કરી છે. આશ્ચર્યજનક રીતે, તેની અગાઉની ફિલ્મ ‘kis kisko pyaar karoon’એ લગભગ ₹10 કરોડની ઓપનિંગ નોંધાવી હતી. નવી ફિલ્મમાં આયેશા ખાન, પારુલ ગુલાટી, ત્રિધા ચૌધરી અને મનજોત સિંહ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળે છે, જ્યારે ફિલ્મનું નિર્દેશન અનુકલ્પ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે.

 ‘ધુરંધર’ સુપરહિટ

આ તરફ, રણવીર સિંહની ‘ધુરંધર’ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત ફિલ્મ છે. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ સ્પાય થ્રિલર ફિલ્મ હમઝા અલી મજારીની કહાની રજૂ કરે છે, જે એક ભારતીય જાસૂસ છે અને પાકિસ્તાનમાં રહેમાન ડાકુની ગેંગમાં ઘુસી જાય છે. ફિલ્મમાં 2001ના સંસદ હુમલા અને 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા જેવી વાસ્તવિક ઘટનાઓનો સંદર્ભ જોવા મળે છે. રણવીર સિંહ સાથે અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

આ પણ વાંચો : Entertainment : સતત 4 ફ્લોપ ફિલ્મ , પછી ચમકી કિસ્મત અને ‘ધુરંધર’ ફિલ્મથી આ અભિનેતાએ કર્યો શાનદાર કમબેક

  • Follow us on: