વેલેન્ટાઇન ડેના સાતમા દિવસે, 13 ફેબ્રુઆરીએ 'કિસ ડે' ઉજવવામાં આવે છે. 'કિસ' કપલ વચ્ચે પ્રેમ વ્યક્ત કરવાની ખાસ રીત છે. હિન્દીમાં ફિલ્મોમાં એવા કેટલાક Kiss સીન છે જે ચર્ચાનો વિષય બન્યા છે. 90ના દાયકામાં વિનોદ ખન્ના અને માધુરી દિક્ષીત  કે પછી આમીરખાન અને કરિશ્મા, શાહિદ અને કરીના કપૂર. આ સ્ટાર્સના Kiss સીન જે તે સમયે સમાચારોની હેડલાઈન બન્યા છે. 1988ની ફિલ્મ "દયાવાન"માં માધુરી દિક્ષીતનો અભિનેતા વિનોદ ખન્ના સાથેનો કિસ સીન આજે પણ ચર્ચાનો વિષય છે. માધુરી દિક્ષીતે દયાવાન ફિલ્મના Kiss સીન દ્રશ્યને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો.


માધુરીએ કિસિંગ સીન વિશે શું કહ્યું?

એક ઇન્ટરવ્યુમાં માધુરી દીક્ષિતે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે મારા જીવનનો ખુબ જ દુઃખદ અનુભવ છે. દયાવાન ફિલ્મનો Kiss સીન મારા માટે જીવનનું દુઃસ્વપ્ન છે.  આ દ્રશ્ય ફિલ્માવવું એ તેના જીવનનો સૌથી મોટો શીખવાનો અનુભવ હતો. અભિનેત્રીએ સ્વીકાર કર્યો કે આ ફિલ્મ આવી તે સમયે હું ઇન્ડસ્ટ્રીમાં નવી હતી અને વસ્તુઓની કેવી ઇફેક્ટ થશે તેનો ખ્યાલ નહોતો. આ દ્રશ્ય પડદા પર આટલું બોલ્ડ દેખાશે તેની મને કલ્પના નહોતી. દ્રશ્ય પછી, મને એટલી શરમ અને અસ્વસ્થતા અનુભવાઈ કે મેં તરત જ નક્કી કરી લીધું કે હું ફરી ક્યારેય આવું કંઈ નહીં કરું." આજે પણ, જ્યારે તે તે દ્રશ્ય જુએ છે, ત્યારે તે ચોંકી જાય છે.

માધુરી સાથે દયાવાન ફિલ્મના સેટ પર એવું તો શું બન્યું

1988 માં આવેલી ફિલ્મ દયાવાનમાં અભિનેત્રીએ વિનોદ ખન્ના સાથે એક અંતરંગ દ્રશ્ય શૂટ કર્યું. આ માધુરી માટે જીવનનો ખરાબ અનુભવ હતો. ફિલ્મ વર્તુળોમાં ચર્ચા મુજબ દયાવાનમાં આ દ્રશ્યના શૂટિંગ દરમિયાન જે બન્યું તે સ્ક્રિપ્ટનો ભાગ નહોતું. વિનોદ ખન્ના ચુંબન દ્રશ્ય દરમિયાન બેકાબુ થયા હતા.તેમણે માધુરીને વધુ સમય સુધી ચુંબન કર્યું અને તેના હોઠ કરડ્યા, જેનાથી લોહી નીકળ્યું. આ અણધાર્યા વર્તનથી માધુરી ગભરાઈ ગઈ અને સેટ પર રડી પડી. ફિલ્મના દિગ્દર્શક ફિરોઝ ખાને પણ વર્ષો પછી આ દ્રશ્ય પર અફસોસ વ્યક્ત કર્યો હતો. દયાવાનનો કિસીંગ સીન હંમેશા ચર્ચાનો વિષય રહ્યો.


આ પણ વાંચો : Ranveer Singhને ખંડણી મામલે સનસનાટી ભર્યો ખુલાસો, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે VPN નેટવર્કનો ઉપયોગ કરી આપી ધમકી

  • Follow us on: