એકતા કપૂરનો લોકપ્રિય ટીવી શો "ક્યુકી સાઝ પણ કદી વહુ હતી" ફરીથી બીજા સીઝન સાથે પરત આવ્યો છે. શો સાથે તે તમામ જૂની યાદો પણ તાજી થઇ ગઈ છે, જે લગભગ 25 વર્ષ પહેલા દર્શકોના મનમાં છવાઈ ગઈ હતી. સ્મૃતિ ઈરાનીને ફરી ટીવી પર જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા. હવે શોનો પહેલો એપિસોડ સ્ટાર પ્લસ અને જિઓ હોટસ્ટાર પર પ્રસારિત થઇ ગયો છે, પહેલો એપિસોડ આવતા જ લોકો ભાવુક થઇ ગયા હતા. ત્યારે આવો જાણીએ બીજી સિઝનમાં શું બદલાવ આવ્યો છે.
બીજા સીઝનમાં શું બદલાવ થયો છે?
"ક્યુકી સાઝ પણ કદી વહુ હતી" નો બીજો સીઝન નવી વાર્તા સાથે પાછો આવ્યો છે. પણ સૌથી સારી વાત એ છે કે મેકર્સે વાર્તાને જૂના પાત્રો અને ઘટનાઓ સાથે જોડીને રજૂ કરી છે. જ્યારે તમે શોનો પહેલો એપિસોડ જુઓ તો તમને અલગથી વિચારો કરવાની જરૂર પડશે નહીં. જૂનુ જેવુ બધુ સિરિયલમાં હતુ એવું જ દર્શાવામાં આવ્યું છે એટલે જ દર્શકો પહેલો એપિસોડ જોઇને ભાવુક થઇ રહ્યા છે.
કોણ કોણ જૂના પાત્રો પાછા આવ્યા છે?
સ્મૃતિ ઈરાની – તુલસી વિરાણી તરીકે ફરી કમબેક, અમર ઉપાધ્યાય – ફરી મિહીર વિરાણીના પાત્રમાં, ગૌરી પ્રમુખ અને હિતેન તેજવાણી – ફરી કરણ અને નંદિનીના પાત્રમાં, શક્તિ આનંદ – હેમંત વિરાણી, કેતકી દવે – દક્ષા વિરાણી, કમલિકા ગુહા ઠાકુરતા – ગાયત્રી જમનાદાસ વિરાણી
નવા ચહેરાઓ કોણ છે?
શગું શર્મા – તુલસી અને મિહીરની પુત્રી પરિ વિરાણી, રોહિત સુચાંતી – તેમના પુત્ર અંગદના પાત્રમાં, અમન ગાંધી – અંગદના નાના ભાઈ ઋત્વિક તરીકે, બરખા બિસ્ટ, તનિષા મહેતા, પ્રાચી સિંહ અને અંકિત ભાટિયા – નવા પાત્રો સાથે શોમાં જોડાયા છે.