ઓમ શિવમ પિક્ચર્સ લિમિટેડ (UK) પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયકનું ભવ્ય ટ્રેલર, મ્યુઝિક અને પોસ્ટર લોન્ચિંગ યોજાઈ ગયું. દર્શકોને મનોરંજનથી ભરપૂર રાખવા અને રોમાંચિત કરવા માટે આ ખાસ કોમેડી-થ્રિલર ફિલ્મ 24 જુલાઈ 2026 ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
ટ્રેલર લોન્ચે વધારી દર્શકોની ઉત્સુકતા
રાજેશ આર. પટેલ દ્વારા નિર્મિત અને તન્મય ગોપાલ સેનગુપ્તા દ્વારા નિર્દેશિત આ મનોરંજક ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી સિનેમાના જાણીતા અને દિગ્ગજ કલાકારો એકસાથે પડદા પર જોવા મળશે. ટ્રેલર લોન્ચના આ ખાસ પ્રસંગે ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ અને તમામ ક્રૂ મેમ્બર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ટ્રેલર અને રોમાંચક સંગીત લોન્ચ થતાની સાથે જ પ્રેક્ષકોમાં ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સુકતા અને આનંદ જોવા મળ્યો હતો.
https://www.instagram.com/reel/DbDf1Q9MTJ7/?utm_source=ig_web_copy_link
આ ફિલ્મમાં હિતેન કુમાર, આરતી જોશી, હિતુ કનોડિયા, કથા પટેલ, ઓજસ રાવલ, કિરણ આચાર્ય, અશ્મિત પટેલ, સ્મિતા ગોંડકર, શાહવર અલી, શેખર શુક્લા, સુનીલ વીસરાની, ગ્રીવા કંસારા, જીતુ પંડ્યા, જીતેન્દ્ર ઠક્કર, મૌના શાહ, પૂર્વા શાહ, મયંકા પટેલ, મનિન ત્રિવેદી અને રવિ કુમાર પટેલ જેવા બહોળા અને અનુભવી કલાકારોએ પોતાના દમદાર અભિનયના ઓજસ પાથર્યા છે.
ફિલ્મની મુખ્ય વિગતો
• નિર્દેશક: તન્મય ગોપાલ સેનગુપ્તા
• નિર્માતા: રાજેશ આર. પટેલ
• સહ-નિર્માતા: જીગ્નેશ આર. પટેલ
• સ્ટોરી તથા લેખન: હેતલ પટેલ
• સ્ક્રીનપ્લે: હેતલ પટેલ, અવિક મઝુમદાર, તન્મય સેનગુપ્તા
• સંવાદો: તન્મય સેનગુપ્તા
• સંગીત: બિપ્લબ દત્તા
• ગીતકાર: જયેશ બારોટ, અવિનાશ ખત્રી, મંથન જોષી
ફિલ્મના દિગ્દર્શક તન્મય ગોપાલ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, લાયક નાલાયક માત્ર એક સામાન્ય ફિલ્મ નથી, પરંતુ તે અદ્ભુત કોમેડી અને થ્રિલનું એવું સુંદર મિશ્રણ છે જે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખશે. અમને પૂરી આશા છે કે ગુજરાતી પ્રેક્ષકોને અમારો આ અનોખો પ્રયાસ ખૂબ જ પસંદ આવશે. આ ફિલ્મની ટિકિટ BookMyShow પર ઉપલબ્ધ છે, જ્યાંથી દર્શકો સરળતાથી બુકિંગ કરી શકે છે.
https://in.bookmyshow.com/movies/ahmedabad/layak-nalayakk/ET00505711
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
બિપ્લબ દત્તાના સંગીત નિર્દેશનમાં તૈયાર થયેલા આ ફિલ્મના તમામ ગીતો અત્યંત કર્ણપ્રિય છે, જે મ્યુઝિક લોન્ચ વખતે જ દર્શકોના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લાયક નાલાયક એક સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મ છે, તેથી 24 જુલાઈ 2026 ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં પરિવાર સાથે આ કોમેડી-થ્રિલરની મજા માણી શકો છો.
આ પણ વાંચો-Pankaj Tripathiની OHH MY DOGનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, દિલ જીતી લેશે કહાની!
