બોલીવુડના જાણીતા અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. 'મહાભારત' માં કર્ણનું પાત્ર ભજવીને પ્રસિદ્ધ થયેલા પંકજ ધીરે 68 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના અવસાનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છવાઈ ગઈ છે. જોકે, હજી સુધી તેમના અવસાનનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
પંકજ ધીર હવે નથી રહ્યા
મળતી માહિતી અનુસાર, પંકજ ધીરને કેન્સર હતું. તેઓએ કેન્સર સામેની જીત્યા પણ ગયા કેટલાક મહિનાઓમાં તેમને કેન્સરનો ફરીથી ઉથલો માર્યો હતો. અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી. બીમારીને કારણે તેઓએ એક મોટી સર્જરી પણ કરાવી હતી. તેમ છતાં, પંકજ ધીરને બચાવી શકાયા નહીં. સોશિયલ મીડિયા પર પંકજ ધીરના અવસાનની ખબર ફેલાતાની સાથે જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ચાહકો પણ ખૂબ દુઃખી છે. પંકજ ધીરને તેમના ચાહકો અને સેલિબ્રિટીઓ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.










