ટીવીના લોકપ્રિય કપલમાં ગણાતા માહી વિઝ અને જય ભાનુશાલીએ પોતાની 14 વર્ષની લગ્નજીવનને પૂર્ણવિરામ આપ્યો છે. બંનેએ સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન શેર કરીને અલગ થવાની માહિતી આપી હતી. જોકે, બંનેએ સ્પષ્ટ કર્યું હતું કે પોતાના બાળકોની પરવરિશ તેઓ મળીને જ કરશે.
નદીમને દિલથી પસંદ કર્યો છે- માહી
માહી અને જયના અલગ થવાના સમાચારથી ફેન્સ ચોંકી ગયા હતા. આ દરમિયાન માહીએ પોતાના નજીકના મિત્ર નદીમ કુરૈશીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને તેના માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. પોસ્ટમાં માહીએ લખ્યું હતું કે તેણે નદીમને દિલથી પસંદ કર્યો છે. આ પોસ્ટ સામે આવતા જ લોકો માહી અને નદીમના સંબંધને લઈને જાતજાતની અટકળો કરવા લાગ્યા.
માહીએ ખુલ્લેઆમ ગુસ્સો વ્યક્ત કર્યો
હવે માહીએ આવા લોકો સામે ખુલ્લેઆમ ગુસ્સો વ્યક્ત કર્યો છે, જેમણે નદીમ સાથેના તેના સંબંધને લઈને ખોટી અને અયોગ્ય વાતો ફેલાવી હતી. માહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આવા લોકોની જોરદાર ક્લાસ લેતી જોવા મળે છે.
માહીનો ફાટી નીકળ્યો ગુસ્સો...
વીડિયોમાં માહી કહે છે બધા મને કહેતા હતા કે આ વિશે વાત ન કર, ઇગ્નોર કર. મીડિયા અને કેટલાક લોકો જે રીતે વર્તન કરી રહ્યા છે તે બહુ અજીબ છે. માત્ર એટલા માટે કે અમે એકબીજાને ખૂબ આદર સાથે છૂટાછેડા આપ્ય છે, કદાચ તમે લોકો આ વાત પચતી નથી. તમને વિવાદ જોઈએ છે, તમને ગંદગી જોઈએ છે. નદીમ મારો સૌથી સારો મિત્ર છે અને હંમેશા રહેશે. છેલ્લા 6 વર્ષથી હું તેના માટે પોસ્ટ કરતી આવી છું અને 6 વર્ષથી તારા તેને અબ્બા કહી રહી છે. જય અને મારો નિર્ણય હતો કે તારા તેને અબ્બા કહેશે. તમે અબ્બા શબ્દને એટલો ગંદો બનાવી દીધો છે. એક માણસ કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. તમને કર્માનો ડર નથી? તમે લોકો કોઈપણ હદ સુધી નીચે જઈ શકો છો. તમને શરમ આવવી જોઈએ, હું તમારા પર થૂંકું છું.
હું તમારા પર થૂંકું છું- માહી
હું તમારા પર થૂંકું છું, કારણ કે તમે મારા અને નદીમ વિશે એવી બકવાસ વાતો લખી રહ્યા છો, જે માત્ર મારી જિંદગીમાં નહીં પરંતુ ઘણા લોકો માટે ગોડફાધર સમાન છે. તમે કોઈ વ્યક્તિ વિશે એટલા ખરાબ લેવલ સુધી જઈ શકો છો? શું તમે તમારા બેસ્ટ ફ્રેન્ડને આઈ લવ યુ નથી કહેતા? શું તમે તમારા ભાઈ કે બહેનને આઈ લવ યુ નથી કહેતા? હું જે કોમેન્ટ્સ વાંચી રહી છું, તેમાંના અડધા ફેક ફોલોઅર્સ છે. મને નથી ખબર કે આ બધું કોણ કરી રહ્યું છે, પરંતુ હું તમને આને વધુ ખરાબ કરવાની મંજૂરી નહીં આપું. તમને શરમ આવવી જોઈએ.
સોશિયલ મીડિયા પર માહી વિજનો આક્રોશ
માહીએ વધુમાં કહ્યું, તમે જે ગંદકી ફેલાવી રહ્યા છો, તેનું કર્મ તમને મળશે. કર્મ બધાની સામે આવે છે અને અહીં દરેકને તેનું ભોગવવું પડે છે. અત્યાર સુધી હું જે કંઈ સહન કરી રહી છું, એ જોઈને કહું તો નદીમ જયનો સૌથી સારો મિત્ર છે. જય તેને દિલથી પ્રેમ કરે છે. તે અમારા સમગ્ર ગ્રુપનો ભાગ છે અને હંમેશા રહેશે. મને નથી ખબર કયો નેટવર્ક આ બધું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જે કોઈ પણ આ કરી રહ્યું છે – તમારા માટે નરક દૂર નથી, તમને શરમ આવવી જોઈએ. આવી વાતો લખવા માટે, આવી વાતો કહેવા માટે. એક પવિત્ર સંબંધ વિશે, એવા માણસ વિશે જે મારું દિલ છે, મારી આત્મા છે, મારું બધું છે. તે મારો સૌથી સારો મિત્ર છે.
આ પણ વાંચો- 5 કરોડમાં બની આ ફિલ્મે બજેટ કરતા 7 ગણી કરી કમાણી અને 13 ફિલ્મફેર એવોર્ડ્સ જીતી બોલીવુડમાં મચાવી હતી સનસનાટી!