બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અનેક વખત સમાચારમાં રહે છે. મલાઈકા અને અર્જુન કપૂરના રિલેશનને લઈને સોશિયલ મીડિયામાં અનેક અટકળો ચાલે છે. હાલમાં મલાઈકાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે અભિનેતા સૌરવ બેદીને ગળે લગાવતી અને ડાન્સ કરતી જોવા મળે છે. ડાન્સ કરતી વખતે બંનેની કેમેસ્ટ્રી જોઈ મલાઈક અને સૌરવ વચ્ચે અફેરની અફવા તેજ બની. સોશિયલ મીડિયામાં ચાલતી આ અફવા પર અભિનેત્રી મલાઈકાએ મૌન તોડયું છે.
અફરેની અફવા પર મલાઈકાએ આપ્યો સણસણતો જવાબ
મલાઈકાએ કર્લી ટેલ્સ સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું, " અફેરની વાતો હવે ઇરેટેટીંગ લાગે છે. હું આવી વાતોને મજાક તરીકે લઉં છું. મારો પુત્ર અરહાન અને હું આવી વાતો પર હસીએ છીએ. હું ચોક્કસ પ્રકારે કોઈ આયોજન કરી શકતી નથી કે આવું જ થવું જ જોઈએ અને તે આમ થશે. હું મારા જીવનમાં હાલમાં શું ચાલી રહ્યું છે તે શોધવામાં ખરેખર ખુશ છું. તે મને પ્રેરણા આપે છે. જ્યાં સુધી જીવનસાથી અને સાથીદારીની વાત છે, તે અદ્ભુત છે. જો મારે ભવિષ્યમાં કોઈની સાથે સંબંધ બાંધવો હોય, તો તે મારી પોતાની શરતો પર રહેશે.
સોરાબ બેદીએ મલાઈકા સાથેના સંબંધ પર શું કહ્યું
અગાઉ, સોરાબ બેદીએ પણ મલાઈકા સાથેના સંબંધોની અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી. એક મીડિયા સાથેની વાતચીતમાં, તેમણે મલાઈકાને એક સારા મિત્ર તરીકે વર્ણવી હતી અને કહ્યું હતું કે તેઓ વર્ષો પહેલા પરસ્પર મિત્રો દ્વારા મળ્યા હતા. સમય જતાં, તેમનામાં મજબૂત બંધન વિકસ્યું છે. સોરાબે કહ્યું, "અમે મિત્રો બન્યા. અમારી વચ્ચે અફેર જેવું કંઈ નથી. લોકો અમારા વિશે ઘણું બધું કહી રહ્યા છે. તેમણે કોઈ સ્ત્રી વિશે આવી વાતો ધારતા પહેલા બે વાર વિચારવું જોઈએ. તે તેની માનસિક સ્થિતિને અસર કરી શકે છે.
52 વર્ષ મલ્લિકાની જબરજસ્ત ફિટનેસ
"આવું ન થવું જોઈએ. મેં પહેલા મલાઈકા સાથે ફોટા શેર કર્યા છે, પણ લોકો કદાચ મને ઓછા ઓળખતા હશે. હવે જ્યારે હું એક જાણીતો ચહેરો છું, તો લોકો મને જોવા લાગ્યા છે. બે લોકો મિત્ર બની શકે છે. અમે એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ. પરંતુ લોકોએ તેને ખોટી રીતે લીધું. ઉલ્લેખનીય છે કે 52 વર્ષીય મલાઈકા ફિટનેસ ઉત્સાહી છે. તેણીના લગ્ન અરબાઝ ખાન સાથે થયા હતા, પરંતુ ૧૯ વર્ષ પછી તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો. ત્યારબાદ અભિનેત્રી અર્જુન કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું . થોડા સમય પહેલા તેમનું બ્રેકઅપ થયું હોવા છતાં, તેઓ સારા મિત્રો છે.
આ પણ વાંચો : TRP ટોપ 5 માં થયો મોટો ફેરફાર, શરૂ થતા જ બીજા નંબર પર આવ્યો નવો શો, YRKKHની હાલત થઈ ખરાબ!