બોલીવુડની બિન્દાસ અને બેબાક અભિનેત્રી મલ્લિકા શેરાવત આજે 50 વર્ષની થઈ ગઈ છે. એક્ટ્રેસ પોતાની એક્ટિંગની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. 50 વર્ષની ઉંમરે પણ તે સિંગલ લાઈફ જીવી રહી છે. એક્ટ્રેસના લગ્ન બોલીવુડમાં આવ્યા પહેલાં જ થઈ ગયા હતા અને એક્ટિંગ ડેબ્યૂ પહેલાં જ તેના ડિવોર્સ પણ થઈ ગયા હતા.
પિતા બનાવવા માગતા હતા IAS
મલ્લિકા શેરાવતનો જન્મ હરિયાણાના હિસાર જિલ્લાના મોઠ ગામમાં હિન્દુ જાટ પરિવારમાં 24 ઓક્ટોબર 1976 ના રોજ થયો હતો. તેનું સાચું નામ રીમા લાંબા છે. એક્ટ્રેસના પિતાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મલ્લિકાનો રસ એક્ટિંગમાં હતો, પરંતુ તેઓ તેને IAS બનાવવા માગતા હતા. જોકે મલ્લિકાના એક્ટિંગમાં જવાના નિર્ણયથી તેના પિતા નારાજ થઈ ગયા હતા.
21 વર્ષની ઉંમરે જેટ એરવેઝના પાયલટ સાથે કર્યા હતા લગ્ન
બોલીવુડમાં આવ્યા પહેલાં મલ્લિકા શેરાવતે એર હોસ્ટેસ તરીકે કામ કર્યું હતું. એ સમયે તેની મુલાકાત જેટ એરવેઝના પાયલટ કરણ સિંહ ગિલ સાથે થઈ હતી. બંનેએ આગળ જઈને વર્ષ 1997માં લગ્ન કરી લીધા હતા. તે સમયે એક્ટ્રેસની ઉંમર 21 વર્ષની હતી. જોકે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. કરણ અને મલ્લિકા વર્ષ 2001 માં છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા.

ડિવોર્સ પછી કર્યું બોલીવુડ ડેબ્યૂ
છૂટાછેડા લીધા પછી મલ્લિકાએ પોતાની બોલીવુડ કરિયરની શરૂઆત કરી. તેનું ડેબ્યૂ વર્ષ 2002 ની ફિલ્મ જીના સિર્ફ મેરે લિયેથી થયું હતું. પરંતુ મુખ્ય અભિનેત્રી તરીકે તેની પહેલી ફિલ્મ ખ્વાહિશ (2003) હતી. આ ફિલ્મમાં 17 કિસિંગ સીન આપીને એક્ટ્રેસે સનસનાટી મચાવી દીધી હતી. ત્યાર પછી ફિલ્મ મર્ડર થી તેને મોટી ઓળખ મળી. એક્ટ્રેસે પ્યાર કે સાઈડ ઇફેક્ટ્સ, ડર્ટી પિક્ચર, ડબલ ધમાલ, પોલિટિક્સ ઓફ લવ, વેલકમ, ટાઈમ રેડર્સ, ધ મિથ અને વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
હવે શું કરી રહી છે મલ્લિકા શેરાવત?
મલ્લિકા આજે પણ એક્ટિંગ ક્ષેત્રમાં એક્ટિવ છે. હાલમાં,જ એક્ટ્રેસ કરણ જોહરના રિયાલિટી શો ધ ટ્રેઇટર્સ સીઝન 2માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. આ સિવાય મલ્લિકા રાજકારણી તેજ પ્રતાપ યાદવ સાથે ભોજપુરી બવાલ નામના શોમાં પણ નજરે પડી હતી.
આ પણ વાંચો-બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનું આલીશાન ઘર જોઈ ફરાહ ખાન પણ દંગ! ₹1.75 લાખનું સ્પેશિયલ ચેસબોર્ડ છે શાનદાર