હિન્દી સિનેમાની ઘણી હસીનાઓ એવી છે, જેણે રાતોરાત પોપ્યુલારિટી મેળવી છે. આજે અમે તમને બોલીવુડની એ હસીના વિશે જણાવી રહ્યા છીએ, જેની વાદળી આંખોના લોકો દીવાના હતા, પરંતુ તેની એક ભૂલે આખું કરિયર બરબાદ કરી દીધું હતું.
બોલીવુડ એક્ટ્રેસ મંદાકિની
બોલીવુડની ઘણી હસીનાઓ એવી છે, જેણે પોતાના જમાનામાં ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. અમે આજે જેમના વિશે વાત કરી રહ્યા છીએ, તે બીજું કોઈ નહીં પરંતુ મંદાકિની છે, જે પોતાના સમયમાં બોલીવુડની પોપ્યુલર હિરોઇનોમાંથી એક રહી છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલી આ છોકરીની આંખોમાં મોટા પડદા પર ચમકવાના મોટા-મોટા સપના હતા અને એવું થયું પણ ખરું, પરંતુ બહુ લાંબા સમય માટે નહીં.
ફિલ્મ રામ તેરી ગંગા મૈલી
મંદાકિનીને માત્ર 21 વર્ષની ઉંમરે જ એ શોહરત મળી ગઈ હતી, જેણે તેને રાતોરાત આખા દેશનો ક્રશ બનાવી દીધી હતી. શોમેન રાજ કપૂરના ડિરેક્શનમાં બનેલી છેલ્લી ફિલ્મ રામ તેરી ગંગા મૈલી એ તેની લાઇફ બદલી નાખી હતી. મંદાકિની જ્યારે પડદા પર આવતી, ત્યારે તેની માસૂમિયત વાદળી આંખો અને અદભુત સુંદરતા લોકોને પોતાની તરફ ખેંચી લેતી હતી.
બેસ્ટ એક્ટ્રેસનું ફિલ્મફેર નોમિનેશન
આ ફિલ્મના કેટલાક સીન્સ એવા પણ હતા, જેણે હોબાળો મચાવી દીધો હતો. ભલે ફિલ્મના ઘણા સીન ચર્ચાનો વિષય બન્યા હતા, પરંતુ આ વર્ષ 1985ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ ફિલ્મ માટે મંદાકિનીને બેસ્ટ એક્ટ્રેસનું ફિલ્મફેર નોમિનેશન પણ મળ્યું હતું.
ફિલ્મોની આવવા લાગી ઓફર
મંદાકિનીનું ડેબ્યુ ખૂબ જ ધમાકેદાર હતું. આ ફિલ્મ પછી તેની પાસે ફિલ્મોની લાઇન લાગી ગઈ અને તેને ફિલ્મોની ઓફર આવવા લાગી. મંદાકિનીએ ડાન્સ ડાન્સ, પ્યાર કરકે દેખો અને કહાં હૈ કાનૂન જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું. એક્ટ્રેસને મંદાકિની નામ પણ રાજ કપૂરે જ આપ્યું હતું.
એક ભૂલ અને કરિયર બરબાદ
એક તરફ તો મંદાકિની લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી ચૂકી હતી, પરંતુ બીજી તરફ 90ના દાયકાની શરૂઆતમાં તે એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ હતી. તે સમયે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ સાથે તેની તસવીરો સામે આવી હતી, પરંતુ મંદાકિનીએ દાઉદ સાથેના કોઈ પણ સંબંધનો હંમેશા સાફ ઇનકાર કર્યો હતો. આ અફવાઓના કારણે તેના કરિયર અને ઈમેજને ભારે નુકસાન થયું હતું. આ પછી એક્ટ્રેસને ફિલ્મોની ઓફરો ઓછી આવવા લાગી અને ધીમે-ધીમે મંદાકિની ગ્લેમરની દુનિયામાંથી પૂરી રીતે ગાયબ થઈ ગઈ.
આ પણ વાંચો-King Khan : બુરખો પહેરો, નમાઝ પઢો..., જ્યારે ફેરા લીધા પછી શાહરૂખ ખાને ગૌરીને કહી હતી ધર્મ બદલવાની વાત!