ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના ઘરેથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રિયંકા ચોપરાના અંદલ અને મન્નારા ચોપરાના પિતાનું અવસાન થયું છે. મન્નારા ચોપરાએ પોતે આ માહિતી શેર કરી છે.
આ સમાચાર સામે આવતાની સાથે જ ફેન્સ હેરાન અને દુઃખી થઈ ગયા છે. બધા મન્નારાના પિતા રમણ રાય હાંડાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
મન્નારા ચોપરાએ શેર કરી પોસ્ટ
મન્નારા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં મન્નારાએ પોતાના પિતાના અવસાન વિશે જાણકારી આપી છે અને જણાવ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં કરવામાં આવશે. મન્નારા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે 16 જૂને અમારા પિતાનું અવસાન થયું.
ક્યાં થશે અંતિમ સંસ્કાર?
મન્નારાના પિતાના અંતિમ સંસ્કાર વિશે વાત કરીએ તો રમન રાય હાંડાના અંતિમ સંસ્કાર સ્મશાનગૃહ અંબોલી અંધેરી વેસ્ટ, સીઝર રોડ, દત્તાગુરુ નગર, આઝાદ નગર, અંધેરી વેસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્રમાં 18 જૂન 2025 ના રોજ બપોરે 1 વાગ્યે કરવામાં આવશે. મન્નારાના પરિવારમાં તેની માતા કામિની અને બહેન મિતાલીનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ રમન રાય છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમને દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા.

જો આપણે પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા વિશે વાત કરીએ, તો બંને મન્નારાની કઝીન સિસ્ટર્સ છે. આ સમાચાર લખાય ત્યાં સુધી પ્રિયંકા કે પરિણીતી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પ્રિયંકા ચોપરા રમન રાયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે કે નહીં? તે જોવાનું રહેશે. થોડા દિવસો પહેલા જ પ્રિયંકા ચોપરા ઈન્ડિયા આવી હતી.
સલમાન ખાનના શોમાં જોવા મળી હતી મન્નારા
મન્નારા ચોપરા વિશે વાત કરીએ તો તે સલમાન ખાનના શો બિગ બોસમાં જોવા મળી છે. શોમાં મન્નારાએ લાઈમલાઈટ મેળવી હતી અને ટોપ 5 માં સ્થાન મેળવ્યું. હાલમાં મન્નારાએ અચાનક તેના પિતા ગુમાવ્યા છે અને આ તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. દરેક વ્યક્તિ પરિવારને સાંત્વના આપી રહ્યો છે.