ગુજરાતી સિનેમાએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. દિગ્દર્શક અભિષેક જૈનની ઇન્ટેન્સ થ્રિલર ફિલ્મ મારણને વર્ષ 2026નો ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. આ સન્માનથી સમગ્ર ગુજરાત અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. આ સાથે સિનેમેન પ્રોડક્શન બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતનું એકમાત્ર પ્રોડક્શન હાઉસ બન્યું છે.

દરેક ફિલ્મ સાથે કંઈક નવું કરવાની અભિષેક જૈનની ઓળખ

અભિષેક જૈન પોતાની દરેક ફિલ્મમાં અલગ વિષય અને નવી રજૂઆત માટે જાણીતા છે. કેવી રીતે જઈશ, રોંગ સાઇડ રાજુ અને વીઠ્ઠલ તીડી બાદ મારણ દ્વારા તેમણે ફરી સાબિત કરી દીધું છે કે ગુજરાતી સિનેમા વિષયવસ્તુ અને ગુણવત્તાના મામલે કોઈથી પાછળ નથી. દરેક ફિલ્મ સાથે કંઈક નવું કરવાનો પ્રયાસ હવે તેમની ઓળખ બની ગયો છે.

દમદાર સ્ટોરી અને કલાકારોનો અભિનય

મારણ રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ છે, જે શરૂઆતથી અંત સુધી દર્શકોને પોતાની સાથે જોડી રાખે છે. ફિલ્મની સ્ક્રીનપ્લે, શાનાર ડાયલોગ, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત તેની મોટી તાકાત છે. યશ સોની, દીક્ષા જોશી અને શ્રુહદ ગોસ્વામીના સ્વાભાવિક અભિનયે ફિલ્મના પાત્રોને વધુ અસરકારક અને જીવંત બનાવ્યા છે.

વિશેષ પ્રદર્શન બાદ મળી પ્રશંસા

ફિલ્મના વિશેષ પ્રદર્શન દરમિયાન સિનેમા નિષ્ણાતો અને વિવેચકોએ તેના શક્તિશાળી કન્ટેન્ટ, ઝડપી સ્ક્રીનપ્લે, ડાયલોગ અને ટેક્નિકલ ગુણવત્તાની પ્રશંસા કરી હતી. મારણને ગુજરાતી સિનેમામાં કન્ટેન્ટ આધારિત ફિલ્મો માટે એક નવા બેન્ચમાર્ક તરીકે જોવામાં આવી રહી છે.

માત્ર થ્રિલર નહીં, સમાજ માટે સંદેશ પણ

મારણ માત્ર રહસ્ય અને રોમાંચની સફર નથી. ફિલ્મ વિશ્વાસ, સંબંધો, સ્વાર્થ અને માનવ મનની જટિલતા જેવા મુદ્દાઓને પણ સ્પર્શે છે. ફિલ્મ દર્શકોને પોતાની આસપાસ બનતી હકીકતો સામે આંખ ખોલીને જોવાનો સંદેશ આપે છે અને અનેક એવા સવાલો પણ ઉભા કરે છે, જેના જવાબ દર્શકોએ પોતાની અંદર શોધવાના રહે છે.
https://www.instagram.com/p/DbS6CoHNza1/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ગુજરાતી સિનેમાને મળી નવી ઓળખ

રાષ્ટ્રીય સન્માન મળ્યા બાદ મારણ ગુજરાતી સિનેમાના બદલાતા ચહેરાનું પ્રતીક બની છે. ફિલ્મ 31 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે માત્ર ગુજરાતી સિનેમાનું ગૌરવ વધાર્યું નથી, પરંતુ ભવિષ્યમાં ગુણવત્તાસભર અને વિષય આધારિત ફિલ્મો માટે નવી દિશા પણ બતાવી છે..

આ પણ વાંચો-Ramayana : 'ત્રણેય લોક સામે રાવણનો વધ કરીશ...' રામાયણના આ 7 ડાયલોગ્સે મચાવ્યો તહેલકો!