મારણની ચર્ચા માત્ર તેની સ્ટોરી પૂરતી સીમિત નથી. ફિલ્મની રજૂઆત, કલાકારોનો અભિનય અને ટેક્નિકલ કામ પણ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. રિલીઝ બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને અનેક સારા પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. ઘણા દર્શકો ફિલ્મની સ્ટોરી અને તેના અંત સુધી જકડી રાખતા રોમાંચની પ્રશંસા કરી રહ્યા છે.
શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે સ્ટોરી
મારણ એક ઇન્ટેન્સ થ્રિલર છે, જેમાં શરૂઆતથી જ રહસ્યનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સ્ટોરીના નવા પડ ખુલતા જાય છે. દર્શકોને સતત આગળ શું થશે તેની ઉત્સુકતા રહે છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે અને દિગ્દર્શન સ્ટોરીને ઝડપથી આગળ વધારે છે, જેના કારણે ફિલ્મ ક્યાંય બિનજરૂરી રીતે લાંબી લાગતી નથી. અભિષેક જૈન ગુજરાતી સિનેમામાં અલગ પ્રકારના વિષયો પસંદ કરવા માટે જાણીતા છે. કેવી રીતે જઈશ, રૉન્ગ સાઇડ રાજુ અને વિઠ્ઠલ તીડી બાદ મારણમાં પણ તેમની અલગ વિચારસરણી જોવા મળે છે. આ ફિલ્મ દ્વારા તેમણે ફરી સાબિત કર્યું છે કે ગુજરાતી સિનેમા હવે માત્ર હળવા મનોરંજન સુધી સીમિત નથી.
https://www.instagram.com/p/DbS6CoHNza1/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
