મોનાલી ઠાકુર એક પ્રખ્યાત બોલીવુડ સિંગર છે અને તેણે સાંવર લૂન અને મોહ મોહ કે ધાગે જેવા ઘણા હિટ રોમેન્ટિક ગીતો ગાયા છે. હાલમાં સિંગર તેના અંગત જીવનને કારણે ચર્ચા છે. હકીકતમાં અફવાઓ ફેલાઈ રહી છે કે મોનાલી ઠાકુર અને તેના પતિ માઈક રિક્ટરના લગ્ન સારા નથી ચાલી રહ્યા અને બંને અલગ રહી રહ્યા છે. પ્રખ્યાત બોલીવુડ સિંગરે 2017માં સ્વિટ્ઝર્લૅન્ડના એક રેસ્ટોરન્ટ માલિક સાથે લગ્ન કર્યા હતા. હવે છૂટાછેડાની અફવાઓ વચ્ચે મોનાલીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના નવા ગીતની એક ઝલક રજૂ કરી જેના પછી ફેન્સ અનુમાન લાગાવી રહ્યા છે કે, સિગરે પોતાના પતિથી અલગ થવાનું કારણ જાહેર કર્યું છે.


મોનાલી ઠાકુર પતિથી લેશે છૂટાછેડા?

મોનાલી ઠાકુર અને તેના પતિ માઈક રિક્ટરે છૂટાછેડાની અફવાઓ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ 8 સપ્ટેમ્બરના રોજ મોનાલી ઠાકુરે ઇન્સ્ટાગ્રામ પર 'ધ રીઝન' નામની એક હૃદયદ્રાવક કહાની શેર કરી હતી જે તેના મ્યુઝિક વિડિયો 'એક બાર ફિર' ની ઝલક છે. વિઝ્યુઅલ્સમાં તેણીને ભાવનાત્મક અને શારીરિક શોષણ દર્શાવતા દુઃખદ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે જેમાં ગળું દબાવવાની ક્ષણોનો પણ સમાવેશ થાય છે. મોનાલીએ આ ગીતને તેનું અત્યાર સુધીનું "સૌથી અંગત" ગીત ગણાવ્યું.


મોનાલી ઠાકુરની પોસ્ટથી સામે આવ્યું છૂટાછેડાનું કારણ!

જોકે તેણીએ આ દ્રશ્યને તેના અંગત જીવન સાથે જોડવા માટે કોઈ સીધું સ્પષ્ટીકરણ આપ્યું નથી. પરંતુ તેણીના પતિ, સ્વિસ રેસ્ટોરન્ટના માલિક માઈક રિક્ટરથી છૂટાછેડાની અફવાઓ વચ્ચે તેણીની ભાવનાત્મક નોંટ પણ આવી છે. જેના કારણે લોકો હવે અનુમાન લગાવી રહ્યા છે કે તેણીએ આ પોસ્ટ દ્વારા છૂટાછેડાનું કારણ આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોનાલી ઠાકુર અને તેના પતિ માઈક રિક્ટરનું લગ્નજીવન સારું ચાલી રહ્યું નથી. આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે મોનાલીએ માઈકને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો. હાલમાં બંનેમાંથી કોઈએ પણ આ અફવાઓ પર જાહેરમાં ટિપ્પણી કરી નથી.

મોનાલી અને માઈકના લગ્નજીવનમાં તોફાન

મોનાલી અને માઈકના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે, વર્ષોથી તેમની વચ્ચે ઘણું બદલાઈ ગયું છે. હવે કોઈ તેમના વિશે કપલ તરીકે વાત કરતું નથી. લાંબા અંતરના લગ્નોનો પણ ઘણીવાર એકસરખો અંત આવે છે. મોનાલીએ માઈકને અનફોલો કર્યો છે તેની પુષ્ટિ કરતા સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, 'હા, સોશિયલ મીડિયાથી દૂર રહેવું ચોક્કસપણે એક ચેતવણી છે. તે કદાચ આગળ આવવા અને આ અંગે બોલવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે અને તે યોગ્ય છે.' મોનાલી ઠાકુર અને માઈક રિક્ટરે એક ઘનિષ્ઠ કાર્યક્રમમાં લગ્ન કર્યા અને વર્ષો સુધી તેમના લગ્નને ચર્ચાથી દૂર રાખ્યા


  • Follow us on: