એક્ટ્રેસ મૌની રોય આજે કોઈ ઓળખની મોહતાજ નથી. ટીવીથી લઈને ફિલ્મો સુધી એક્ટ્રેસે પોતાની જગ્યા બનાવી અને ખૂબ નામ કમાયું. એક્ટ્રેસને ટીવીમાં નાગિનના રોલ માટે પણ ઓળખવામાં આવે છે. મૌની રોયે 2006માં ટીવી શો ક્યોંકી સાસ ભી કભી બહૂ થીડેબ્યૂ કર્યું હતું. આ શો એકતા કપૂરે બનાવ્યો હતો. આ શોથી મૌનીને ઓળખ મળી. શોમાં તે પુલકિત સમ્રાટની સામે કૃષ્ણા તુલસીના રોલમાં હતી. પરંતુ શું તમને ખબર છે કે આ શો મૌનીને કેવી રીતે મળ્યો હતો?
કેવી રીતે મળ્યો હતો મૌનીને પહેલો શો?
તે સમયે મૌની 19 વર્ષની હતી. મૌનીએ જણાવ્યું હતું કે તે પોતાની કોલેજ બહાર ઊભી હતી, ત્યારે જ કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો અને તેને પૂછ્યું કે શું તે આ શો માટે ઓડિશન આપવા માંગે છે.

મેશેબલ ઈન્ડિયા સાથેની વાતચીતમાં મૌનીએ કહ્યું, હું આ શો સમર જોબની જેમ કરવા માગતી હતી. જેને હું કેમ્પસ પાછા ગયા પછી છોડી દેત. પરંતુ મને આ કામ એટલું ગમી ગયું કે હું છોડી જ ન શકી. હું તે સમયે માત્ર 3 થી 4 કલાકની ઊંઘ સાથે કામ કરતી હતી. પરંતુ મને ગમતું હતું. મેં લાંબા સમય સુધી માત્ર એકતાનો આ શો કર્યો. મને ખૂબ મજા આવવા લાગી અને હું થાકેલી હોવા છતાં પણ શૂટ પર જતી હતી.આ શો માટે મૌનીને 1.5 લાખ રૂપિયા ફી મળતી હતી.
https://www.instagram.com/p/DYmCFSUDXys/?utm_source=ig_web_copy_link
આ પછી મૌનીએ ડાન્સ રિયાલિટી શો ઝરા નચકે દિખામાં ભાગ લીધો. મૌની આ શો જીતી પણ ગઈ હતી. પછી મૌનીએ કસ્તુરી, પતિ પત્ની ઔર વો, દો સહેલિયાં જેવા શો કર્યા. 2011માં તેણે પંજાબી ફિલ્મ હીરો હિટલર ઈન લવ કરી. પછી મૌનીએ શો દેવો કે દેવ... મહાદેવમાં સતીનો રોલ ભજવ્યો. આ રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો. તેણે જુનૂન-ઐસી નફરત તો કૈસા ઈશ્ક, ઝલક દિખલા જા, નાગિન જેવા શો કર્યા.
આ ફિલ્મોમાં જોવા મળી મૌની રોય
મૌની રોયની ફિલ્મોની વાત કરીએ તો તેણે 2004માં ફિલ્મ રનમાં ડાન્સરનો રોલ પ્લે કર્યો હતો. તે એક ગીતમાં જોવા મળી હતી. ત્યારબાદ 2011માં તે પંજાબી ફિલ્મ હીરો હિટલર ઈન લવમાં દેખાઈ. 2016માં તેણે ફિલ્મ તુમ બિન 2માં કેમિયો કર્યો. પછી 2018માં તેણે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. તે ફિલ્મ ગોલ્ડમાં જોવા મળી. ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતા. મૌની અક્ષય કુમારની હિરોઈન બની. આ પછી મૌનીએ કેજીએફ: ચેપ્ટર 1, રોમિયો અકબર વોલ્ટર, મેડ ઈન ચાઈના, લંડન કોન્ફિડેન્શિયલ, વેલ્લે, બ્રહ્માસ્ત્ર પાર્ટ: 1, લવ સેક્સ ઔર ધોખા 2, બ્લેકઆઉટ, વેદા, ધ ભૂતની, હૈ જવાની તો ઈશ્ક હોના હૈ જેવી ફિલ્મો કરી. હવે મૌની પાસે 3 ફિલ્મો છે. તે તીસવીં મંઝિલ, ધ વાઈવ્સ અને વિશ્વંભરામાં જોવા મળશે.
આ પણ વાંચો-South Cinema : બોક્સ ઓફિસ પર ધ પેરાડાઇઝે મચાવી તબાહી, વિકેન્ડ પર ફિલ્મની જોરદાર પકડ!