એકતા કપૂરના શો નાગિન 7 નો એક સીન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ક્લિપમાં દેશભક્તિ સાથેના આ કોમ્બિનેશને બધાનું ધ્યાન ખેંચી લીધું છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ઈચ્છાધારી નાગિનોએ અવકાશમાં રોકેટ મોકલ્યું!

નાગિન 7ના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યું કે નાગિનો પોતાના માનવ સ્વરૂપમાં રોકેટને લોન્ચ થતું જુએ છે. સાથે જ રોકેટ લોન્ચ થયા બાદ તેને સલામી પણ આપે છે. વળી, બેકગ્રાઉન્ડમાં વંદે માતરમની ધૂન સાંભળવા મળે છે. આ પ્રકારનો સીન પહેલા ક્યારેય બતાવવામાં આવ્યો નહોતો.

રોકેટ લોન્ચિંગના સીન પર યુઝર્સે લગાવ્યો ટ્રોલિંગનો વરસાદ

જોકે, એકતા કપૂરના શો નાગિનમાં અવારનવાર કંઈક એવું બતાવવામાં આવે છે જે લોકોના દિલ પર છાપ છોડી જાય છે. કેટલાક લોકોને આ સીન મજેદાર લાગ્યો તો કેટલાકને ખૂબ જ અજીબ લાગ્યો. વાયરલ ક્લિપ જોયા પછી મોટાભાગના લોકો તો મજાક ઉડાવતા જ જોવા મળ્યા હતા.
https://twitter.com/ankit_acerbic/status/2033956592220352915

સોશિયલ મીડિયા યુઝર્સ શોના મેકર્સ વિશે પણ વાતો કરી રહ્યા છે. એક યુઝરે તો રિએક્શન આપતા લખ્યું- આ કોઈ બોલીવુડની ફિલ્મના સીન જેવું છે. બીજા યુઝરે લખ્યું- આ નાગિનોએ ઇતિહાસ બદલી નાખ્યો. વળી, અન્ય એક યુઝરે કહ્યું- આ નાગિનોને બોર્ડર પર મોકલી દો.

એકતા કપૂરનો અતરંગી ડ્રામા

એકતા કપૂરના શો નાગિનના અત્યાર સુધી 7 સીઝન આવી ચૂકી છે. પહેલી 6 સીઝનોને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. વળી, નાગિન 7માં પ્રિયંકા ચહર ચૌધરીને નાગિનના કેરેક્ટરમાં જોવામાં આવી રહી છે. નાગિનની ભૂમિકામાં પ્રિયંકાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ છ સીઝનોમાં જે-જે એક્ટ્રેસીસે નાગિનની ભૂમિકા ભજવી હતી તેમને ખૂબ પસંદ કરવામાં આવી હતી. નાગિન 6 પછી તેજસ્વી પ્રકાશની પોપ્યુલારિટી અને પણ વધારે વધી ગઈ. તેણે આ સીઝન માટે ખૂબ મોટી રકમ પણ ચાર્જ કરી હતી.

આ પણ વાંચો- Actress Affairs : 'મારે 6 પુરુષો સાથે સંબંધો હતા...', 62 વર્ષની કુનિકા સદાનંદનો લવ લાઈફ પર મોટો ખુલાસો!