ફિલ્મ નઈ નવેલીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. યામી ગૌતમ ફિલ્મમાં મોહિનીનો રોલ કરતી જોવા મળશે. ફિલ્મની સ્ટોરી મેરઠ પર આધારિત છે. આ ફિલ્મ હાસ્ય, પારિવારિક ગરબડ, વણઉકેલાયેલા રહસ્યો અને ધમાકેદાર એક્શનનું એવું મિશ્રણ છે, જે પડદા પર એક શાનદાર અનુભવ આપશે. ફિલ્મના ટ્રેલરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ ટીમે બનાવી છે ફિલ્મ

બાલાજી મોહને ફિલ્મને ડિરેક્ટ કરી છે. હિમાંશુ શર્મા અને દિવ્ય નિધિ શર્માએ ફિલ્મ લખી છે. આનંદ એલ. રાય અને હિમાંશુ શર્માએ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. જી.વી. પ્રકાશ કુમારે ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે. ફિલ્મ દશેરાના બરાબર પહેલાં 16 ઓક્ટોબર, 2026ના રોજ નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
https://www.instagram.com/reel/Dd6wkwCsZ15/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

કેવું છે ટ્રેલર?

ફિલ્મમાં અવસ્થી પરિવારની સ્ટોરી જોવા મળશે. જ્યાં પરિવારની નવી વહુ મોહિનીના આવ્યા પછી એવા ઘણા સવાલો સામે આવે છે, જેનો કોઈ જવાબ નથી. લગ્નની વિધિઓથી શરૂ થતો સિલસિલો ધીમે-ધીમે ચોંકાવનારી દુનિયાના દરવાજા ખોલી નાખે છે. ટ્રેલર જોરદાર છે. યામી ગૌતમને ડાયન ભાભીના રોલમાં પસંદ કરવામાં આવી રહી છે. ટ્રેલરમાં યામી ગૌતમ સાડી પહેરીને એક્શન મોડમાં જોવા મળી છે. ક્યારેક હવામાં ઊડતી તો ક્યારેક ધનુષ ચલાવતી યામી ગૌતમ જોવા મળી છે. ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Nayi Naveli trailer, Yami Gautam (1)

મોહિનીના રોલ વિશે યામી ગૌતમનું નિવેદન

મોહિનીનો રોલ કરવા વિશે વાત કરતાં યામી ગૌતમે કહ્યું, મોહિનીનો રોલ મને એટલા માટે ગમ્યો કારણ કે તે એવી નથી જેવી દર્શકો આશા રાખે છે. તેમાં એક પોતાપણું અને જાણીતી લાગણી છે. એક એવું ઊંડું રહસ્ય પણ છુપાયેલું છે જે ધીમે-ધીમે સામે આવે છે. નઈ નવેલીએ મને એક એવો રોલ કરવાની તક આપી, જે પરિવાર, હાસ્ય, લાગણીઓ, જાદુઈ દુનિયા અને ધમાકેદાર એક્શન વચ્ચે સરળતાથી ઢળી જાય છે. છતાં દિલથી પોતાના મૂળ સાથે જોડાયેલી રહે છે. બાલાજી સર, આનંદ સર, હિમાંશુ, કલર યલોની ટીમ અને એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો. હું આ વખતે દશેરાના તહેવાર પર દર્શકોને મોહિની સાથે મુલાકાત કરાવવા અને તેમને આ અનોખી સફર પર લઈ જવા માટે ખૂબ એક્સાઈટેડ છું.

આ પણ વાંચો-Massive Hit : 2026ની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બની હનુમાન અંશ! 55મા દિવસે પણ થઈ અધધધ... કમાણી!