દિગ્ગજ એક્ટર નાના પાટેકરે પોતાની કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી. ડાયલોગ ડિલિવરીથી લઈને એક્શન અંદાજ સુધી નાના પાટેકર છવાઈ જતા હતા. વર્ષ 2007 માં આવેલી વેલકમમાં ઉદય શેટ્ટીનો રોલ કરવાથી લઈને મરાઠી બ્લોકબસ્ટર 'નટસમ્રાટ' માં મુખ્ય ભૂમિકા સુધી, નાના પાટેકરે ઘણા યાદગાર પાત્રો ભજવ્યા છે. હવે નાના પાટેકર આપણી વચ્ચે નથી રહ્યા. ગુરુવારે સવારે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું અવસાન થયું.
સૌથી વધુ કમાણી કરનારી મરાઠી ફિલ્મ નટસમ્રાટ
નાના પાટેકરની ફિલ્મ નટસમ્રાટ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ તેમની સૌથી શાનદાર ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. આ ફિલ્મ ટોપ 5 સૌથી વધુ કમાણી કરનારી મરાઠી ફિલ્મોની યાદીમાં સામેલ છે.

નટસમ્રાટનું બોક્સ ઓફિસ કલેક્શન
નટસમ્રાટના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સેકનિલ્કના જણાવ્યા મુજબ, ફિલ્મે દુનિયાભરમાં 46 કરોડની કમાણી કરી હતી. જ્યારે કોઈમોઈ અનુસાર ફિલ્મે ભારતમાં 39 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મનું બજેટ માત્ર 7 કરોડ હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. ફિલ્મે 450 ટકાનો નફો મેળવ્યો હતો. આ ફિલ્મને નાના પાટેકરે પોતે જ પ્રોડ્યુસ કરી હતી.

ફિલ્મમાં નાના પાટેકર સિવાય વિક્રમ ગોખલે, મૃણમયી દેશપાંડે, સુનીલ બર્વે, મેધા માંજરેકર અને અજીત પરબ જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2016 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ મરાઠી નાટક નટસમ્રાટ પર આધારિત છે. ફિલ્મને મહેશ માંજરેકરે ડિરેક્ટ કરી હતી.

ગોવામાં તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા, બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ
નાના પાટેકર ગોવામાં હતા. રાત્રે તેમને છાતીમાં દુખાવો થયો અને તેમણે મિત્રને મેસેજ કર્યો. મિત્ર જ્યાં સુધી ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તેમણે જોયું કે નાના પાટેકર પરસેવે રેબઝેબ હતા. તે પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. રસ્તામાં 45 મિનિટ સુધી ડોક્ટર્સે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ નાના પાટેકરને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા. હવે તેમનું પોસ્ટમોર્ટમ થશે. નાનાને એર એમ્બ્યુલન્સથી મુંબઈ લાવવામાં આવશે. પુણેમાં નાનાનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થશે.
આ પણ વાંચો-Nana Patekar Net Worth : 27 એકરનું ફાર્મહાઉસ અને કરોડોનો બંગલો! જાણો પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા દિગ્ગજ એક્ટર