બોલીવુડના સૌથી દમદાર અને સાદગી પસંદ એક્ટર્સમાંથી એક નાના પાટેકરનું ઘર તેમના વ્યક્તિત્વ જેવું જ એકદમ અનોખું અને જમીન સાથે જોડાયેલું હતું. કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં તેમણે ક્યારેય મોટા આલીશાન અને ચમકદમકવાળા બંગલા તરફ નજર ન કરી. નાના પાટેકરનું ઘર કેવું હતું, તેઓ ક્યાં રહેતા હતા અને તેમનું જીવન કેવું હતું?
અંધેરીના 1BHK ફ્લેટમાં રહેતા હતા
બોલીવુડના મોટા સ્ટાર્સ જ્યાં મન્નત અને જલસા જેવા આલીશાન બંગલાઓમાં રહે છે, ત્યાં નાના પાટેકર મુંબઈમાં ખૂબ સામાન્ય રીતે રહેવાનું પસંદ કરતા હતા. આ ઘર મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારની શીતલ અપના ઘર સોસાયટીમાં છે. આ લગભગ 750 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો 1BHK ફ્લેટ છે. તેમણે વર્ષો પહેલાં આ ફ્લેટ માત્ર 1.1 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કરોડોની નેટવર્થ હોવા છતાં તેઓ પોતાની માતા સાથે આ સામાન્ય ઘરમાં જ રહ્યા. આ ઘરમાં માત્ર જરૂરિયાતનો જ સામાન રાખેલો છે, કોઈ વધારાનો ખર્ચ કે દેખાડો નહીં.

ખડકવાસલા પુણેનું ફાર્મહાઉસ: જ્યાં જાતે હળ ચલાવતા હતા
નાના પાટેકરને કુદરત અને માટી સાથે ઊંડો લગાવ હતો. જ્યારે પણ તેઓ મુંબઈના ઘોંઘાટથી દૂર શાંતિ મેળવવા માગતા હતા ત્યારે પોતાના ફાર્મહાઉસ પહોંચી જતા હતા. પુણે નજીક ખડકવાસલામાં આવેલું આ ફાર્મહાઉસ લગભગ 27 એકરમાં ફેલાયેલું છે. આ 7 રૂમવાળા ફાર્મહાઉસને સાદા લાકડાના ફર્નિચર અને પરંપરાગત ટેરાકોટા ફ્લોરિંગથી સજાવવામાં આવ્યું છે. અહીં તેઓ માત્ર આરામ નહોતા કરતા, પણ જાતે ડાંગર, ઘઉં અને ચણાની ખેતી પણ કરતા હતા. ફાર્મહાઉસમાં તેમણે મોટી સંખ્યામાં દૂધ આપતી ગાયો અને ભેંસો પણ પાળી રાખી હતી. આ ફાર્મહાઉસ નોકર વગરનું હતું, જ્યાં તેઓ પોતાના બધા કામ અને ખેતી જાતે જ કરવાનું પસંદ કરતા હતા.

ગોવાનું હોલિડે હોમ
ફાર્મહાઉસ અને મુંબઈના ઘર ઉપરાંત, ઉત્તર ગોવાના એક શાંત અને દરિયાકાંઠાના વિસ્તારમાં તેમનું મોર્ડન સ્ટાઈલનું હોલિડે હોમ પણ હતું. જ્યારે પણ તેમને દરિયાકિનારે સમય વિતાવવો હોય ત્યારે તેઓ ત્યાં જઈને રહેતા હતા. નાના પાટેકરનું જીવન અને તેમના ઘરો એ શીખવે છે કે વ્યક્તિની મહાનતા મોટી ઈમારતો કે દેખાડાથી નહીં, પરંતુ તેના વિચારો અને સાદગીથી નક્કી થાય છે. મહિને 35 રૂપિયાની કમાણીથી શરૂઆત કરીને કરોડો કમાયા પછી પણ તેમણે પોતાના મૂળ ક્યારેય ન છોડ્યા.
આ પણ વાંચો-Nana Patekar Net Worth : 27 એકરનું ફાર્મહાઉસ અને કરોડોનો બંગલો! જાણો પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા દિગ્ગજ એક્ટર