ભારતીય સિનેમામાં પોતાની અનોખી અભિનય શૈલી અને કડક અવાજ માટે જાણીતા નાના પાટેકરે પોતાની કરિયરમાં 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ માત્ર પોતાના દમદાર અભિનય માટે જ નહીં, પરંતુ પોતાની ખાસ ડાયલોગ ડિલિવરી માટે પણ જાણીતા હતા. ક્યારેક ગુસ્સાવાળો અવાજ, ક્યારેક કોમિક ટાઇમિંગ તો ક્યારેક શાંત અને ગંભીર શબ્દો – નાના પાટેકરે પોતાના દરેક પાત્રમાં પ્રાણ પૂરી દીધા હતા. 'વેલકમ'ના ઉદય શેટ્ટીથી લઈને 'અગ્નિ સાક્ષી'ના વિશ્વનાથ સુધી, તેમના ડાયલોગ્સ આજે પણ લોકોના મુખે સવાયેલા છે અને સોશિયલ મીડિયા પર મીમ્સ તરીકે ભારે વાયરલ થાય છે.

નાના પાટેકર બેસ્ટ મૂવી

'ક્રાંતિવીર' ફિલ્મ અને અનસ્ક્રિપ્ટેડ ક્લાઇમેક્સ સીન

  • 1994માં આવેલી ફિલ્મ 'ક્રાંતિવીર' નાના પાટેકરની કરિયરની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મના ક્લાઇમેક્સમાં તેમનું ભાષણ આજે પણ ભારતીય સિનેમાના શ્રેષ્ઠ દ્રશ્યોમાં ગણાય છે:
  • "યે મરને કા તમાશા દેખને આયે હેં..." – ફિલ્મના ક્લાઇમેક્સનો આ સીન કોઈ સ્ક્રિપ્ટમાં લખાયેલો નહોતો, પરંતુ નાના પાટેકરે સીન દરમિયાન પોતે જ બોલ્યો હતો. તેથી જ તેમનો આક્રોશ અને અવાજ એકદમ કુદરતી લાગતો હતો.
  • "યે મુસલમાન કા ખૂન હે અને યે હિન્દુ કા ખૂન હે..." – ધર્મના નામે લોકોને વિભાજિત કરતી માનસિકતા પર પ્રહાર કરતો આ ડાયલોગ ખૂબ જ પ્રખ્યાત થયો હતો.
  • "હર કોઈ કૂત્તે કી ઝિંદગી જીને કા આદી હો ચુકા હે... અગર ગેરત સે જીના હે તો અપને આપ સે લડના સીખો." – આ ડાયલોગે દર્શકોના મન પર ઊંડી છાપ છોડી હતી.

વેલકમ મૂવી નાના પાટેકર

'વેલકમ' કોમેડી ફિલ્મ અને વાયરલ મીમ્સ

  • 2007ની ઓલ-ટાઇમ ફેવરિટ કોમેડી ફિલ્મ 'વેલકમ'માં નાના પાટેકરે ભજવેલું 'ઉદય શેટ્ટી'નું પાત્ર આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલું રહે છે:
  • "કન્ટ્રોલ ઉદય, કન્ટ્રોલ..." – ગુસ્સા પર કાબૂ મેળવવા માટેનો આ બે શબ્દોનો ડાયલોગ આજે પણ યુવાનોમાં અત્યંત લોકપ્રિય છે.
  • "સુબહ સે ના એક આલૂ બિકા હે, ના બિકા હે આધા કાંદા..." – ફિલ્મમાં શાકભાજી વેચવાના આ સીનનો ડાયલોગ આજે પણ સોશિયલ મીડિયા મીમ્સમાં ટોપ પર રહે છે.
  • "અપુન કી જીંદગીમાં જયાદા ટેન્શન લેને કા નહી.."
  • "દુનિયામાં દો તરહ કે લોગ હૈ.."

અન્ય ફિલ્મોના યાદગાર અને શક્તિશાળી સંવાદો

  • "એક મચ્છર સાલા આદમી કો હિજડા બના દેતા હે...!" – 1997ની ફિલ્મ 'યશવંત'નો આ આઇકોનિક ડાયલોગ નાના પાટેકરની ઓળખ બની ગયો હતો.
  • "અરે, યે દુઃખ કાહે ખતમ નહીં હોતા બે?" – 1996ની ફિલ્મ 'અગ્નિ સાક્ષી'નો આ ડાયલોગ દુઃખ અને દર્દ વ્યક્ત કરવા માટે ખૂબ જાણીતો છે.
  • "પહેલે લાત, ફિર બાત, ફિર મુલાકાત!" – 1993ની હિટ ફિલ્મ 'તિરંગા'નો આ ડાયલોગ તેમના કડક સ્વભાવને દર્શાવે છે.
  • "નિર્ણય સાચા કે ખોટા નથી હોતા, તે સમય અને સંજોગો અનુસાર લેવામાં આવે છે." – 2010ની ફિલ્મ 'રાજનીતિ'નો આ ગંભીર ડાયલોગ જીવનના મોટા સત્યને રજૂ કરે છે.
  • "દો તરહ કે લોગ હોતે હેં... એક જો ઉપર જાના ચાહતે હેં, દૂસરે જો નીચે રહના ચાહતે હેં." – 2004ની ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'અબ તક છપ્પન'નો આ સંવાદ તેમની આગવી શૈલીનો અદ્ભુત નમૂનો છે.
  • 'બાપ કા નામ મત લેના'..ક્રાંતીવીર ફિલ્મ
  • 'ભગવાન કા દિયા સબ કુછ હૈ, દૌલત હૈ, શોહરત હૈ, ઇજ્જત હૈ'..ક્રાંતીવીર ફિલ્મ
  • "જીસ દિન ડર ગયા, સમજો મર ગયા.." યશવંત ફિલ્મ

નાના પાટેકરમાં ડાયલોગ્સને જીવંત બનાવવાની કળા

નાના પાટેકરની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમના સંવાદો ક્યારેય માત્ર ગોખેલા શબ્દો જેવા નહોતા લાગતા. તેમનો અવાજ, ચહેરાના હાવભાવ, પોઝ (Pause) અને ગુસ્સા કે હાસ્યનું સંતુલન દરેક પંક્તિને ખાસ બનાવી દેતું હતું. આ જ કારણે, તેમના પાત્રો પૂર્ણ થયા પછી પણ તેમના ડાયલોગ્સ લોકોના દિલમાં કાયમ માટે અમર બની રહ્યા છે.