તાજેતરમાં મણિપાલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર શેખર સાલકરે કેટલીક વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે નાના પાટેકરને અમારી હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના કેરટેકર સવારે લગભગ 4:18 કે 4:20 વાગ્યે આવ્યા, અમારી એમ્બ્યુલન્સ લીધી અને નજીકમાં આવેલા તેમના ફ્લેટ પર ગયા. અમારી ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તેઓ જમીન પર પડ્યા હતા, બેભાન હતા અને કોઈ પ્રતિભાવ આપી રહ્યા નહોતા.
મૃત્યુ પહેલાં નાના પાટેકરે કોને કર્યો હતો મેસેજ?
ડોક્ટર તરફથી મળેલી માહિતી અનુસાર, 4:20 વાગ્યે હોસ્પિટલ માટે ફોન આવ્યો હતો. નાના પાટેકરને કેરટેકર અને તેમના મિત્ર લઈને આવ્યા હતા. એવી પણ માહિતી મળી કે એક્ટરે રાત્રે 2:30 વાગ્યે મિત્રને મેસેજ કર્યો હતો કે તેમને સારું નથી લાગી રહ્યું. રાત હોવાના કારણે મિત્રએ ઘણો મોડો મેસેજ વાંચ્યો હતો. સવારે 4 વાગ્યે જ્યારે મિત્ર ઘરે પહોંચ્યા ત્યારે એક્ટર જમીન પર બેભાન પડ્યા હતા. તે પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટર્સે એક્ટરને મૃત જાહેર કર્યા હતા. ગોવામાં જ નાના પાટેકરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
