પ્રખ્યાત અભિનેતા નાના પાટેકરનું 8 ઓક્ટોબરે ગોવામાં નિધન થયું. ત્યારબાદ ગોવામાં પણજી પોલીસે અકુદરતી મૃત્યુ (અનનેચરલ ડેથ)નો કેસ નોંધ્યો હતો. પરંતુ પરિવારજનોના નિવેદનોની તપાસ અને ઓટોપ્સી રિપોર્ટ પછી એ સ્પષ્ટ થઈ ગયું કે નાના પાટેકરનું મૃત્યુ ગંભીર હાર્ટ એટેકથી થયું હતું.

નાના પાટેકરનું મૃત્યુ કુદરતી હતું

આ રિપોર્ટ ગોવા મેડિકલ કોલેજ, બંબોલીમના ડોક્ટરોની એક ટીમે 8 ઓક્ટોબરે જાહેર કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મૃત્યુ હૃદયની મુખ્ય ધમનીમાં લોહી ગંઠાઈ જવાથી (કલોટ બનવાથી) અને હૃદયની રક્તવાહિનીઓમાં અવરોધને કારણે થયું હતું. ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે મૃત્યુ કુદરતી હતું.

પણજી પોલીસને માહિતી મળી કે નાના પાટેકરને 8 ઓક્ટોબરે સવારે લગભગ 5.30 વાગ્યે ડોનાપૌલાની મણિપાલ હોસ્પિટલમાંથી મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. આ પછી, પણજી પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ 194 હેઠળ અકુદરતી મૃત્યુ (UD No. 62/2026) નો કેસ નોંધવામાં આવ્યો હતો.

નાના પાટેકરના પાર્થિવ દેહને બંબોલીમની ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પંચ અને તેમના ભત્રીજા પ્રસાદ પાટેકરની ઉપસ્થિતિમાં તપાસ કરવામાં આવી હતી. આ પછી, ડોક્ટરોની એક ટીમે ઓટોપ્સી કરી અને મૃત્યુનું કારણ જણાવતો રિપોર્ટ આપ્યો.

નાના પાટેકરને મધરાતે છાતીમાં દુખાવો થયો હતો

નાનાને મધરાતે છાતીમાં દુખાવો થયો હતો. તેમણે તેમના મિત્રને મેસેજ કર્યો હતો. ત્યારબાદ જ્યારે તેમના મિત્ર ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે નાના પાટેકર પરસેવાથી રેબઝેબ હતા. પછી નાના પાટેકરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

આ દરમિયાન તેમને સીપીઆર આપવામાં આવ્યો હતો. ડોક્ટરોએ નાનાને 45 મિનિટ સુધી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નાના પાટેકર દુનિયા છોડીને ચાલ્યા ગયા. ત્યારબાદ નાના પાટેકરને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા. પછી તેમને અંતિમ સંસ્કાર માટે પુણે લાવવામાં આવ્યા હતા. પુણેમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.