હિન્દી અને મરાઠી સિનેમાના પીઢ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે અવસાન થયું છે. ગોવાસ્થિત એપાર્ટમેન્ટમાં છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યા બાદ તબીબી ટીમ ત્યાં પહોંચી હતી, જ્યાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક CPR આપ્યા બાદ મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા અને સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પુત્ર મલ્હાર પાટેકરે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે.
નાના પાટેકરનું બાળપણ અને માતા-પિતા
નાના પાટેકરના પિતા દિનકર પાટેકર કાપડના ચિત્રકાર હતા અને નાનો વ્યવસાય ચલાવતા હતા, જ્યારે તેમની માતા સંજનાબાઈ પાટેકર ગૃહિણી હતા. બાળપણમાં ભારે આર્થિક સંઘર્ષો અને મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પોતાની કલા અને સખત મહેનતના બળે નાના પાટેકરે બોલિવૂડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ ઊભી કરી હતી.

નાના પાટેકરના પત્ની નીલકંઠી પાટેકર
નાના પાટેકરના લગ્ન વર્ષ 1978માં નીલકંઠી પાટેકર સાથે થયા હતા. નીલકંઠી બેંક અધિકારી હોવાની સાથે મરાઠી થિયેટર સાથે પણ જોડાયેલા હતા અને તેમને અભિનયમાં ઊંડો રસ હતો. નાના પાટેકરના સંઘર્ષના દિવસોમાં તેમણે પૂરો સહકાર આપ્યો હતો. જોકે, પાછળથી બંને અલગ રહેવા લાગ્યા હતા. નાના પાટેકરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અલગ થયા પછી પણ તેમના સંબંધોમાં પરસ્પર આદર અને સૌહાર્દ જળવાઈ રહ્યો હતો.
નાના પાટેકરના પુત્રો
લગ્ન બાદ નાના અને નીલકંઠી બે પુત્રોના માતા-પિતા બન્યા હતા. મોટા પુત્ર દુર્વાસાનું માત્ર બે વર્ષની નાની વયે ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું. મલ્હાર પાટેકરે સહાયક દિગ્દર્શક (Assistant Director) તરીકે કામ કર્યું છે અને તેને અભિનયમાં પણ રસ છે. પોતાના પિતાની જેમ મલ્હાર પણ લાઈમલાઈટથી દૂર રહીને સાદગીપૂર્ણ જીવન જીવવાનું પસંદ કરે છે.
ફિલ્મી દુનિયાથી પરે સમાજસેવા અને ખેતી
નાના પાટેકર તેમના કડક અને સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતા હતા, પરંતુ અંગત અને પારિવારિક બાબતોમાં તેઓ ખૂબ જ નમ્ર હતા. ફિલ્મોની ઝાકઝમાળથી દૂર રહીને તેમણે પોતાનો ઘણો સમય ખેતી, સામાજિક કાર્યો અને ખેડૂતોની મદદ કરવામાં વિતાવ્યો હતો. નાના પાટેકર અને તેમનો પરિવાર હંમેશા સ્ટારડમથી દૂર એક સરળ અને શાંત જીવન જીવવાનું ઉત્તમ ઉદાહરણ રહ્યા છે.
આ પણ વાંચો : Disha Salian કેસને લઈ મોટા સમાચાર, પિતાએ બોમ્બે હાઈકોર્ટના આદેશની એક શરત પર વ્યક્ત કર્યો વાંધો