જો તમે પણ આ દિવસોમાં OTT પર જોવા માટે કોઈ સારી ફિલ્મ અને સીરીઝ શોધી રહ્યા છો, તો આજે અમે તમારા માટે એક શાનદાર સીરીઝ લઈને આવ્યા છીએ, જેને જોઈને લોકો આને ધુરંધર 2થી વધુ સારી ગણાવી રહ્યા છે. ધુરંધર 2 વર્ષ 2026ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મને દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં રણવીર સિંહની સાથે આર. માધવન, અર્જુન રામપાલ અને સંજય દત્ત મુખ્ય રોલમાં જોવા મળ્યા હતા.


ધુરંધર 2

ધુરંધર 2 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે દુનિયાભરમાં 1800 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું છે. આ એક સ્પાય-થ્રિલર ફિલ્મ છે. વર્ષ 2025-26 ની સફળ ફ્રેન્ચાઈઝી બનીને ઉભરી છે. જો તમને આ મૂવી પસંદ આવી છે, તો આજે અમે તમારા માટે એક એવી જ સીરીઝ લઈને આવ્યા છીએ, જેની સ્ટોરી તમને ખૂબ જ પસંદ આવવાની છે.

ધ ગ્લોરી સીરીઝ

અમે જે સીરીઝની વાત કરી રહ્યા છીએ, તે બીજી કોઈ નહીં પણ 'ધ ગ્લોરી' (The Glory) છે. આ સીરીઝને બે ભાગમાં રિલીઝ કરવામાં આવી છે. આ વેબ સીરીઝનો પહેલો પાર્ટ વર્ષ 2022 માં રિલીઝ થયો હતો, તો બીજો ભાગ વર્ષ 2023માં જાહેર કરવામાં આવ્યો છે. આ સીરીઝની સ્ટોરી ખૂબ જ રોમાંચક છે, જે તમને અંત સુધી જકડી રાખે છે.

ધ ગ્લોરી સીરીઝની સ્ટોરી શું ?

આ સીરીઝના બંને પાર્ટને મેળવીને 16 એપિસોડ છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા છે. આ સીરીઝ એક સાચી ઘટના પર આધારિત છે, જેમાં જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના એક ગ્રુપે એક છોકરી પાસેથી આશરે 1 વર્ષ સુધી પૈસા પડાવ્યા અને તેને મારી પણ છે. સીરીઝની સ્ટોરી જોઈને તમારું લોહી પણ ઉકળી ઉઠશે.

ધ ગ્લોરી ક્યાં જોવી

આ એક કોરિયન ડ્રામા છે, જે આ દિવસોમાં નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહ્યો છે. આ સીરીઝને કિમ યૂન-સૂકે લખી છે, તો વળી આન ગિલ-હોએ આનું ડિરેક્શન કર્યું છે. આ સીરીઝને તમે વિકેન્ડ પર જોવાનો પ્લાન બનાવી શકો છો.

આ પણ વાંચો-Disaster Film : 120 કરોડનું આંધણ! વર્ષ 2015ની બોલીવુડની એ મહાફ્લોપ ફિલ્મ જેણે ડૂબાડી દીધા મેકર્સના કરોડો રૂપિયા!

  • Follow us on: