એક્ટ્રેસ મુનમુન દત્તા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીના રોલમાં જોવા મળે છે. આ રોલમાં તેમને દર્શકો ખૂબ પસંદ કરે છે. મુનમુને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી અને શોમાં તેમનો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે તે પણ જણાવ્યું.

જેઠાલાલ બબીતાજીના કર્યા વખાણ

રણવીર ઇલાહાબાદિયા સાથેની વાતચીત દરમિયાન તેણે દિલીપ જોશી સાથેના બોન્ડ વિશે કહ્યું. તેણે જણાવ્યું, દિલીપ સર હંમેશા મારી પ્રશંસા કરે છે. ખાસ કરીને તેમણે મારી શરૂઆતથી લઈને અત્યાર સુધીની જર્ની જોઈ છે, જ્યારે હું નવી હતી અને શીખી રહી હતી. આજે પણ જ્યારે અમે સીન વચ્ચે વાત કરીએ છીએ ત્યારે તેઓ મને કહે છે કે હું કેટલી ગ્રો થઈ છું, કેટલી પ્રોફેશનલ બની ગઈ છું. મેં આ વાત ઘણા લોકો પાસેથી સાંભળી છે અને એ મારા માટે ખૂબ સ્પેશલ છે.

દિલીપ જોશી સાથે કેવો છે બોન્ડ?

આગળ તેણે કહ્યું, દિલીપ સર સાથે મારો બોન્ડ ખૂબ સારો છે. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું છે કારણ કે તેઓ સિનિયર એક્ટર છે. અમારી કેમિસ્ટ્રી નેચરલી બની ગઈ છે. બધું એક્શન અને રિએક્શન પર આધારિત છે. તેઓ એક ગ્રેટ પરફોર્મર છે અને હું તેમની ડાયલોગ ડિલિવરી અને એક્સપ્રેશન પર રિસ્પોન્ડ કરું છું. અમારા સીન ઘણીવાર ઇમ્પ્રોવાઇઝ થાય છે. અમે નાના-નાના ચેન્જીસ કરીએ છીએ. તેઓ પોતાનો ઇનપુટ આપે છે અને હું મારો. તેમની સાથે કામ કરવું ખૂબ જ કમ્ફર્ટેબલ છે.

અમિત ભટ્ટ છે બેસ્ટ ફ્રેન્ડ

મુનમુન દત્તાએ એક્ટર અમિત ભટ્ટને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ જણાવ્યું. અમિત ભટ્ટ શોમાં જેઠાલાલના પિતા ચંપકલાલના રોલમાં નજર આવે છે. મુનમુને કહ્યું, અમિત ભટ્ટ બિહાઇન્ડ ધ સીન ખૂબ જ ફન છે. તેઓ મારા બેસ્ટી છે. અમિત ખૂબ કૂલ છે અને જે રીતે તેઓ એક ખાસ ગીત પર ડાન્સ કરે છે, એ બહુ ફની હોય છે. તેઓ આ ડાન્સ દરેક વાત પછી કરે છે અને હું તેને ખૂબ એન્જોય કરું છું. હું ખૂબ હસું છું.

આ પણ વાંચો- TMKOCની બબીતાજી વિદેશી છોકરા સાથે કરશે લગ્ન! મુનમુન દત્તાએ કહ્યું- તેમની સાથે મારું બોન્ડિંગ સારું...!