વર્ષ 2026ના છઠ્ઠા અઠવાડિયાના BARC રેટિંગ્સ જાહેર થઈ ગયા છે અને આ વખતે પરિણામો ચોંકાવનારા છે. ટેલિવિઝનની દુનિયામાં લાંબા સમય સુધી રાજ કરનાર 'અનુપમા' એ ફરી એકવાર પોતાનો નંબર-1 નો તાજ ગુમાવવો પડ્યો છે. આ વખતે સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાયની આઈકોનિક જોડી ધરાવતી સિરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2' એ મેદાન મારી લીધું છે.
ટોપ-3 માં કાંટાની ટક્કર
'ક્યૂંકી...' ની સિક્વલે 2.0 ના TRP સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જે દર્શાવે છે કે દર્શકોમાં હજુ પણ તુલસી-મિહિરની જોડીનો ક્રેઝ અકબંધ છે. બીજી તરફ, 'અનુપમા' માં મીમ્સ અને સોશિયલ મીડિયાની લોકપ્રિયતા છતાં તે 2.0 TRP સાથે બીજા ક્રમે રહી છે. એકતા કપૂરની 'નાગિન 7' ત્રીજા સ્થાને તો છે, પરંતુ તેના રેટિંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
નવા ખેલાડીઓની એન્ટ્રી અને જૂના શોનું પતન
આ અઠવાડિયે સૌથી મોટું આશ્ચર્ય 'વસુધા' અને 'ગંગા માઈ કી બેટિયાં' એ આપ્યું છે. આ બંને શોએ ટોપ-5 માં સ્થાન મેળવીને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવા વર્ષો જૂના શોને ટોપ-5 ની યાદીમાંથી બહાર ધકેલી દીધા છે. શરદ કેલકરનો શો 'તુમ સે તુમ તક' અને 'ઉડને કી આશા' પણ આ રેસમાં પાછળ ધકેલાયા છે.
| ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2 | 2.0 | સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય
|
| અનુપમા | 2.0 | રૂપાલી ગાંગુલી |
નાગિન 7
| 2.0 | પ્રિયંકા ચહર, નામિક પોલ |
| વસુધા | 1.9 | અરવિંદ બબ્બલ પ્રોડક્શન્સ |
| ગંગા માઈ કી બેટિયાં | 1.9 | વારાણસી બેઝ્ડ સ્ટોરી |
| તુમ સે તુમ તક | 1.9 | શરદ કેલકર |
| ઉડને કી આશા | 1.7 | કંવર ઢિલ્લોન |
| લાફ્ટર શેફ્સ 3 | 1.7 | રિયાલિટી શો |
| યે રિશ્તા ક્યા કહેલાતા હૈ રો | 1.6 | હિત પુરોહિત, સમૃદ્ધિ શુક્લા |
| મિસ્ટર એન્ડ મિસિસ પરશુરામ | 1.5 | નીલ ભટ્ટ |
મહત્વની વાત છે કે રેટિંગ્સમાં થઈ રહેલો આ ફેરફાર સ્પષ્ટ કરે છે કે હવે દર્શકોને માત્ર જૂની વાર્તાઓ જ નહીં, પરંતુ ઈમોશનલ કન્ટેન્ટ અને નવા વિષયોમાં વધુ રસ પડી રહ્યો છે.