બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી કેટરિના કૈફ 16 જુલાઈના રોજ પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીના જન્મદિવસના ખાસ પ્રસંગે, કેટરિના કૈફના ફેન્સ અને મિત્રોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટો દ્વારા તેને અભિનંદન પાઠવ્યા છે.


આ ખાસ દિવસને વધુ ખાસ બનાવતા, કેટરિના કૈફના પતિ અને અભિનેતા વિકી કૌશલે પણ તેની પત્નીને ખૂબ જ અલગ રીતે શુભેચ્છા પાઠવી છે. એક સુંદર પોસ્ટ શેર કરવાની સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે.

વિકી તેની પત્ની કેટરિનાને ખાસ રીતે શુભેચ્છા પાઠવી

વિકી કૌશલે કેટરિના કૈફ સાથેની ઘણી તસવીરો શેર કરી અને કેપ્શન આપ્યું, 'હેલો બર્થડે ગર્લ! આઈ લવ યુ.' લોકોએ વિકી કૌશલની પત્ની કેટરિના કૈફ પર પ્રેમ વરસાવવાની આ રીતને પસંદ કરી છે. વિકી કૌશલ દ્વારા શેર કરાયેલી તસવીરો ચાહકોને પણ પસંદ આવી છે. આ બધા ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યા છે. ફેન્સે પણ કોમેન્ટોનો વરસાદ શરૂ કરી દીધો છે.


2021માં વિકી કૌશલ અને કેટરિના કૈફે કર્યા હતા લગ્ન

વર્ષ 2019માં, એવા અહેવાલો આવ્યા હતા કે વિકી કૌશલ અને કેટરિના કૈફ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ ઘણા મહિનાઓ સુધી પોતાના સંબંધો દુનિયાથી છુપાવીને રાખ્યા હતા. વર્ષ 2021માં 9 ડિસેમ્બરના રોજ વિકી કૌશલ અને કેટરિના કૈફે એકબીજા સાથે લગ્ન કર્યા ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ કપલે રાજસ્થાન સ્થિત સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કર્યા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિકી કૌશલ છેલ્લે ફિલ્મ 'છાવા'માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આગામી દિવસોમાં, વિકી કૌશલ 'લવ એન્ડ વોર'માં જોવા મળશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા


  • Follow us on: