અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું નિધન થયું એ વાતનો મહિનો થઈ ગયો છે. અભિનેત્રીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હોવાનું કહેવાય છે. શેફાલી જરીવાલાના મૃત્યું બાદ પતિ પરાગ ત્યાગીનું હૃદય તૂટ્યું અને એકદમ એકલા પડી ગયા છે. અભિનેતા વારંવાર પત્ની સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે, શેફાલીના અવસાનને એક મહિનો પૂર્ણ થયા બાદ પરાગ ત્યાગીએ ફરીથી તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.
પરાગ ત્યાગીનું ફરી છલકાયું દર્દ
પરાગ ત્યાગીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેફાલી જરીવાલા અને પાલતું ડોગ સિમ્બાના ફોટાઓનો કોલાજ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી તેના ડોગને વ્હાલ કરતી અને સમય વિતાવતી જોવા મળી રહી છે. વીડિયો પોસ્ટ કરતી વખતે અભિનેતાએ લખ્યું હતું કે, 'સિમ્બા માતાને, બ્રહ્માંડની સૌથી પ્રેમાળ માતાને, પરિ તેના સિમ્બાને સૌથી વધુ પ્રેમ કરે છે અને સિમ્બા તેની માતાને પણ પ્રેમ કરે છે. આજે એક મહિનો થઈ ગયો છે. સિમ્બાએ તમને શારીરિક રીતે જોયા નથી પણ તે તેની આસપાસ તમારી હાજરી અનુભવે છે.'
પરાગ ત્યાગીની ઈમોશનલ પોસ્ટ
અભિનેતાએ આગળ લખ્યું હતું કે, 'સિમ્બા તમારા પ્રેમ, તમારી હાજરી અને તમારા સ્નેહને અનુભવી શકે છે. મા, ખુશ રહો, આશીર્વાદિત રહો. હું તમને હંમેશા પ્રેમ કરું છું. પ્રાર્થના કરતા રહો અને મારી માતાને પ્રેમ કરતા રહો. બધા પ્રિય મિત્રોને ખૂબ ખૂબ પ્રેમ. સિમ્બા જરીવાલા ત્યાગી.' પરાગ ત્યાગી પહેલાથી જ શેફાલી જરીવાલાની યાદમાં ઈમોશનલ થઈ ગયા છે. તેમણે સિમ્બા સાથે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ અભિનેત્રીના મૃત્યું પછી બધી વિધિઓ કરતા જોવા મળ્યા હતા. પરાગ ત્યાગીએ જણાવ્યું હતું કે સિમ્બાએ તેની માતા માટે બધી વિધિઓમાં ભાગ લધો હતો.
આ સિવાય તેઓ ઘણી વખત શેફાલી માટે ભાવનાત્મક પોસ્ટ શેર કરી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા તેમણે એક વૃક્ષ વાવવાનો વીડિયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે શેફાલી જરીવાલાને પ્રકૃતિ ખૂબ ગમે છે પરાગ ત્યાગીએ પણ ગયા દિવસે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં શેફાલી જરીવાલા, સિમ્બા અને તેમની ઘણી ક્ષણો હતી. જેને તેમણે તેમના ઘરની દિવાલો પર ફોટા તરીકે સાચવી રાખ્યા છે. આ સાથે તેમણે એવા ફેન્સનો આભાર માન્યો જેઓ અભિનેતા અને સિમ્બા વિશે ખૂબ ચિંતિત છે.