સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, પરંતુ પાકિસ્તાનમાં આ ફિલ્મને લઈને મોટો વિવાદ છેડાયો છે. પાકિસ્તાની એક્ટર અહેસાન મોહસિન ઇકરામે આ ફિલ્મને પાકિસ્તાન-વિરોધી અને ખોટા પ્રચાર વાળી ગણાવી છે.
પાકિસ્તાની એક્ટરનો બહિષ્કારનો આદેશ
અહેસાન મોહસિન ઇકરામે પાકિસ્તાની જનતાને ધુરંધર 2નો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. તેનો દાવો છે કે આદિત્ય થરની આ ફિલ્મમાં કરાચીના લ્યારી વિસ્તારને આતંકવાદીઓના ગઢ તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે ખોટું છે. તેણે આ ફિલ્મને 'બેકાર ઇન્ડિયન પ્રોપેગન્ડા' અને 'કચરો' ગણાવી છે. એટલું જ નહીં, તેણે પાકિસ્તાન સરકારને વિનંતી કરી છે કે તેઓ પોતાની રાજદ્વારી શક્તિનો ઉપયોગ કરી સાથી દેશોમાં પણ આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાવે.
બોલીવુડ સ્ટાર્સ પર નિશાન
અહેસાને આ ફિલ્મને સપોર્ટ કરનારા બોલીવુડના ટોપ એક્ટર્સ પર પણ નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે ભારતીય કલાકારો દ્વારા આ ફિલ્મનું સમર્થન કરવું એ પાકિસ્તાન પ્રત્યેની તેમની નફરત દર્શાવે છે. તેણે પાકિસ્તાની પ્રેક્ષકોને વિનંતી કરી કે આ ફિલ્મની ટિકિટ ખરીદવી એ એક ગુનો છે અને આવી ફિલ્મો પાછળ સમય બગાડવો જોઈએ નહીં.
કોણ છે અહેસાન મોહસિન ઇકરામ?
અહેસાન મોહસિન ઇકરામ એક પાકિસ્તાની એક્ટર અને મોડેલ છે. તે પાકિસ્તાની એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે, પરંતુ તે તેની એક્ટિંગ કરતા વધારે તેની પર્સનલ લાઈફ અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેણે પાકિસ્તાની એક્ટ્રેસ મિનલ ખાન (Minal Khan) સાથે લગ્ન કર્યા છે.
ભારતીય ફિલ્મો પર પાક કલાકારોની ઈર્ષ્યા
ભારતીય ફિલ્મો હંમેશા મનોરંજન અને દેશભક્તિના હેતુથી બનાવવામાં આવે છે. જો કોઈ ફિલ્મમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોય, તો તે વાસ્તવિકતા પર આધારિત હોઈ શકે છે. પાકિસ્તાની કલાકારો જ્યારે આવી સફળ ફિલ્મોનો વિરોધ કરે છે, ત્યારે ઘણીવાર એવું લાગે છે કે તે ફિલ્મની ભવ્ય સફળતા અને કરોડોની કમાણી જોઈને તેમની 'જેલસી' (ઈર્ષ્યા) બહાર આવી રહી છે. બોલીવુડ ફિલ્મો આજે વિશ્વભરમાં 2000 કરોડ સુધીનો બિઝનેસ કરી રહી છે, જે દર્શાવે છે કે દુનિયાને આપણું કન્ટેન્ટ ગમે છે. અહેસાન જેવા કલાકારોના નિવેદનોથી ભારતીય સિનેમાની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થવાનો નથી.
આ પણ વાંચો- Punjab Kings Owner : કરોડોની માલકિન છે પ્રીતિ ઝિન્ટા, IPLમાંથી થાય છે આટલી મોટી કમાણી!