અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની ઉંમરે બુધવાર, 15 ઓક્ટોબરના રોજ નિધન થયું. અને આ જ દિવસે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીમાં વિવિધ ભૂમિકા ભજવી પંકજ ધીરે પોતાનું નિશ્ચિત સ્થાન બનાવ્યું હતું. ગતરોજ કેન્સર બીમારીના કારણે પંકજધીરનું નિધન થતા સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું. અભિનેતાના પુત્ર નિકિતન ધીરની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ છે. અભિનેતા નિકિતન ધીરે આ પોસ્ટમાં બહુ માર્મિક વાત લખી. લોકો અભિનેતાની આ પોસ્ટને પંકજ ધીરના મૃત્યુ સાથે જોડી રહ્યા છે.
શિવભક્ત બનો અને 'શિવઅર્પણમ' કહો
વર્ષ 1988માં બી.આર.ચોપરાની મહાભારત સિરીયલમાં કર્ણની ભૂમિકા ભજવી લોકપ્રિય થનાર પંકજ ધીર લોકપ્રિય થયા હતા. અભિનેતાના પુત્ર નિકિતન ધીર પણ બોલીવુડનું એક જાણીતું નામ છે. નિકિતન ધીરની આ પોસ્ટમાં ભગવાન શિવની તસવીર છે અને લખ્યું છે કે "જે કોઈ આવે છે, તેમને આવવા દો. જે કોઈ રહે છે, તેમને રહેવા દો. જે કોઈ જાય છે, તેમને જવા દો. શિવભક્ત બનો અને 'શિવઅર્પણમ' કહો - ભગવાન તેમનું ધ્યાન રાખશે." નિકિતન ધીરની પોસ્ટમાં આગળ લખે છે કે આ ખૂબ જ મુશ્કેલ છે' જણાવી દઈએ કે અભિનેતા નિકિતન ધીરની આ પોસ્ટ પંકજ ધીરના નિધન પહેલા કરવામાં આવી હતી.













