સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની ફિલ્મ પરમ સુદંરીના મેકર્સે મુવીની રિલીઝ ડેટનુ એલાન કરી દીધુ છે. આવો જાણીએ ક્યારે આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.

મળતી માહિતી પ્રમાણે પરમ સુંદરીની નવી રિલીઝ ડેટ સામે આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર સ્ટારર આ ફિલ્મને હવે 29 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. પહેલા આ ફિલ્મ 25 જુલાઇએ રિલીઝ થવાની હતી. પરંતુ હવે તેની ડેટ ચેન્જ થઇ છે અને આ ફિલ્મ હવે 29 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મના મેકર્સે આ વાતની ઓફિશિયલ જાણકારી આપી દીધી છે.

મેકર્સ તરફથી હાલ આ ફિલ્મનુ સોન્ગ પરદેસિયા પણ રિલીઝ થઇ ચૂક્યુ છે. આ ગીતમાં સિદ્ધાર્થ અને જાહ્નવી કપૂરની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ સોંગમાં બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોય તેમ જોવા મળી રહ્યા છે.



આ ફિલ્મની કહાની શું હશે?
પરમ સુંદરીમાં સિદ્ધાર્થ દિલ્હીના એક અમીર મોટા બિઝનેસમેનની ભૂમિકા ભજવી રહ્યો છે. બીજી તરફ, જાહ્નવી એક એવી છોકરી સુંદરીના પાત્રમાં હશે. જે કેરળમાંથી આવી છે અને તે એક આર્ટિસ્ટ હોય છે. સુંદરી પોતાની પરંપરાઓ અને સંસ્કારને લઇને ઘણી ગંભીર હોય છે. ફિલ્મમાં એવું બતાવવામાં આવશે કે બંને વ્યક્તિના અલગ અલગ સ્વભાવ અને બંને લોકો એક બીજાના પ્રેમમાં કેટલી સહજતાથી પડી જાય છે. આ ફિલ્મ તેમની પ્રેમકથા પર આધારિત હશે. આ ફિલ્મનું નિર્દેશન તુષાર જલોટા કરી રહ્યા છે.
  • Follow us on: