બોલીવુડ એક્ટર પૂજા ભટ્ટ અને બોબી દેઓલ રિલેશનશિપમાં રહ્યા હતા. જોકે, તેમનો સંબંધ બહુ ચાલ્યો નહીં અને બ્રેકઅપ થઈ ગયું હતું. હવે બોબી દેઓલના તાન્યા દેઓલ સાથે લગ્ન થઈ ગયા છે અને બે બાળકો પણ છે. બીજી તરફ પૂજા ભટ્ટે મનીષ મખીજા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન પણ તૂટી ગયા. હવે પૂજા ભટ્ટે બોબી સાથેના રિલેશન અને બ્રેકઅપ પર વાત કરી.

બોબી દેઓલ સાથે હતું રિલેશનશિપ

પૂજા ભટ્ટે જણાવ્યું કે તેમને બોબી દેઓલ સાથે પ્રેમ થયો હતો. તેણે વિક્કી લલવાની સાથેની વાતચીતમાં જણાવ્યું, તેને પ્રેમ ન કરવા પાછળનું કોઈ કારણ જ નહોતું. પરંતુ અમારા રસ્તા અલગ થઈ ગયા. આ મારી જિંદગીનો મેજિકલ સમય હતો. તેની સાથે રહેવું એક મેજિકલ એક્સપિરિયન્સ હતો. પરંતુ મને નથી લાગતું કે આજે બેસીને આ બાબતે વાત કરવી યોગ્ય રહેશે કે કેમ મારો તેની સાથેનો સંબંધ ખતમ થયો. જે થયું તે થયું. અમે ક્યારેય ના પાડી નથી. તેઓ હવે પરિણીત છે. મોટા-મોટા બાળકોના પિતા છે. અને અત્યારે કરિયરમાં ઉછાળો એન્જોય કરી રહ્યા છે. એનિમલમાં તેમનું કામ મને ખૂબ જ પસંદ આવ્યું. મારા માટે તેણે ફિલ્મ બનાવી. હું તેમના માટે ખૂબ ખુશ છું.

પૂર્વ સંબંધો પર પૂજાનો ખુલાસો

પૂજાએ આગળ કહ્યું, હું એ સંબંધને હળવાશથી નથી જોતી. એ સમય જે મેં કોઈની સાથે વિતાવ્યો. હવે તે કેમ ન ચાલ્યો, શું થયું. તે જ્યાં સુધી ચાલ્યો ત્યાં સુધી ચાલ્યો. બસ આટલું જ. હવે ગરિમા અને ગ્રેસ જાળવી રાખવા જોઈએ. ન માત્ર પોતાની જિંદગી માટે પરંતુ તેમના માટે પણ જે તમારી જિંદગીનો ભાગ રહ્યા છે. આ ખૂબ જ જરૂરી છે. બોબી દેઓલે 1996માં તાન્યા દેઓલ સાથે લગ્ન કર્યા હતા. તેમના બે દીકરા આર્યમન અને ધરમ દેઓલ છે. પૂજાએ 2003માં મનીષ સાથે લગ્ન કર્યા હતા પરંતુ 11 વર્ષ બાદ આ લગ્ન તૂટી ગયા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોબી દેઓલ હવે ફિલ્મ બંદર માં જોવા મળશે.

આ પણ વાંચો-Bollywoodનો એ ખુંખાર વિલન, જે માત્ર 1 ફિલ્મથી બન્યો કોમેડીનો સુપરસ્ટાર! એક્ટિંગ માટે સરકારી નોકરી છોડી દીધી હતી!