શાહરૂખ ખાન બોલીવુડના મોટા સુપરસ્ટાર છે. તેમને કિંગ તરીકે ઓળખવામાં આવે છે. 3 દાયકાની કરિયરમાં તેમણે એકથી એક ચડિયાતી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને અઢળક કમાણી પણ કરી છે. તેમની પાસે 10 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે અને તેઓ ઈન્ડસ્ટ્રીના સૌથી અમીર એક્ટર છે. બીજી તરફ તેમની મેનેજર પૂજા દદલાની પણ કમ અમીર નથી. તેઓ ઘણી જગ્યાએ શાહરૂખ સાથે જોવા મળે છે અને શાહરૂખ પહેલાં પણ તેઓ મોટા-મોટા સિતારાઓ સાથે કામ કરી ચૂક્યા છે. હવે પૂજાએ એક મોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. તેણે મુંબઈમાં કરોડો રૂપિયાના 3 એપાર્ટમેન્ટ્સ લીધા છે.
મુંબઈમાં 38 કરોડ રૂપિયાનું મોટું ઈન્વેસ્ટમેન્ટ
મુંબઈ દેશના સૌથી મોંઘા શહેરોમાંથી એક છે અને અહીં રહેવું પણ કોઈના માટે આસાન હોતું નથી. પરંતુ પૂજા દદલાનીએ પોતાની કરિયરમાં ખૂબ પૈસા કમાયા છે અને તેનો પુરાવો એ છે કે તેણે હવે 38 કરોડ રૂપિયામાં મુંબઈમાં 3 એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે.
https://www.instagram.com/p/DOQmlBvjdoF/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
કેટલી છે પૂજાની સેલરી અને નેટવર્થ?
આ સમાચારથી ઘણા ફેન્સ ઘણા આશ્ચર્યમાં છે. પૂજાએ 1 કે 2 નહીં પણ 3-3 લક્ઝરી એપાર્ટમેન્ટ્સ મુંબઈમાં લીધા છે. તે પોતે પણ કોઈ સ્ટારથી ઓછા નથી અને તેનું સારું એવું ફેન ફોલોઈંગ પણ છે. પૂજા દદલાનીની સેલરીની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તેમનો મહિનાનો પગાર લગભગ 70 લાખ રૂપિયા છે. બીજી તરફ તેમને શાહરૂખ ખાનના પર્સનલ ફંડ્સ સાથે રેડ ચિલીઝ અને કોલકાતા નાઈટ રાઈડર્સનું કામ સંભાળવા માટે વર્ષે વધુમાં વધુ 9 કરોડ રૂપિયા મળે છે, જે પોતાની રીતે ખૂબ મોટી રકમ છે. તેની નેટવર્થની વાત કરીએ તો સોર્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 50 કરોડ રૂપિયા આસપાસ છે. મુંબઈના બાંદ્રામાં પણ તેનું એક આલીશાન ઘર છે, જેને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઈન કર્યું છે.

દીપિકાની પણ મેનેજર રહી ચૂકી છે પૂજા દદલાની
પૂજા દદલાનીની વાત કરીએ તો વર્ષ 2012 થી તેઓ શાહરૂખ ખાન અને તેની કંપની સાથે જોડાયેલાં છે અને હવે બંને પરિવારો વચ્ચે પણ ખૂબ સારો સંબંધ છે. તેઓ શાહરૂખ ખાનના નજીકના લોકોમાંથી એક છે. બંનેના આ સાથને 14 વર્ષનો સમય થઈ ગયો છે. બીજી તરફ પૂજા દદલાની આ પહેલાં બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની પણ મેનેજર રહી ચૂકી છે.
આ પણ વાંચો-Suraj Sonik : ક્યારેક 1 હજાર કમાતો હતો આ એક્ટર, હવે એક એડના લે છે 1 લાખ, મુંબઈમાં ખરીદ્યું લક્ઝરી ઘર