ટીવીથી લઈને બોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર પ્રાચી દેસાઈ આજે 38 વર્ષની થઈ ચૂકી છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરનાર પ્રાચીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ દરમિયાન તેનું નામ જાણીતા ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે જોડાયું હતું. વાત એટલી આગળ વધી હતી કે રોહિતનું ઘર પણ તૂટવાની સ્થિતિ આવી ગઈ હતી.
17 વર્ષની ઉંમરે 2006માં ટીવી ડેબ્યૂ કર્યું હતું
પ્રાચી દેસાઈનો જન્મ ગુજરાતના સુરત શહેરમાં 12 સપ્ટેમ્બર 1988ના રોજ થયો હતો. શરૂઆતથી જ તેમને એક્ટિંગમાં રસ હતો અને તેના કારણે માત્ર 17 વર્ષની ઉંમરે તેણે ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. સૌથી પહેલા અભિનેત્રી એકતા કપૂરના શો કસમ સેમાં જોવા મળી હતી. આ સિરિયલ 2006માં આવી હતી. તેમાં તેણે અભિનેતા રામ કપૂરની સામે કામ કર્યું હતું, જે ઉંમરમાં તેમનાથી 15 વર્ષ મોટા છે.
2007માં ઝલક દિખલા જા 2ની વિનર બની હતી
એક્ટિંગ ઉપરાંત પ્રાચીને ડાન્સમાં પણ સારી આવડત છે. તેની ઝલક તેણે પોતાની ફિલ્મો ઉપરાંત ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં પણ બતાવી હતી. 2007માં અભિનેત્રી આ શોની બીજી સીઝનની વિનર બની હતી.

2008માં રોક ઓનથી બોલીવુડ ડેબ્યૂ કર્યું
પ્રાચી દેસાઈએ 2008માં રોક ઓન ફિલ્મથી બોલીવુડ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તે લાઇફ પાર્ટનર, આઈ, મી ઔર મૈં, પોલીસગીરી, અઝહર, રોક ઓન 2, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ, બોલ બચ્ચન અને તેરી મેરી કહાની જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.


14 વર્ષ મોટા રોહિત શેટ્ટી સાથે હતું અફેર
ઇન્ડિયા ડોટ કોમના અહેવાલ મુજબ બોલ બચ્ચનના શૂટિંગ દરમિયાન પ્રાચી દેસાઈ અને રોહિત શેટ્ટી એકબીજાની નજીક આવ્યા હતા. તે સમયે રોહિત પહેલેથી જ પરિણીત હતો. અહેવાલો મુજબ રોહિત પત્નીને છોડીને પ્રાચી સાથે રહેવા લાગ્યો હતો. જોકે, આ સંબંધ લાંબો સમય ચાલી શક્યો નહોતો અને બાદમાં રોહિત પોતાના પરિવાર પાસે પાછા ફર્યો હતો.
https://www.instagram.com/reel/C6HJew6oPPm/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
https://www.instagram.com/reel/C6HJew6oPPm/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
હવે શું કરી રહી છે પ્રાચી દેસાઈ?
પ્રાચી દેસાઈ એક્ટિંગની દુનિયાથી દૂર છે. હાલમાં તેની પાસે કોઈ પ્રોજેક્ટ નથી. અભિનેત્રી છેલ્લે થ્રિલર ફિલ્મ સાઇલન્સ 2: ધ નાઇટ આઉલ બાર શૂટઆઉટ’માં જોવા મળી હતી, જે 2024માં ZEE5 પર રિલીઝ થઈ હતી.
