આમિર ખાનની ફિલ્મ ગજની ફેમ અભિનેતા પ્રદીપ રાવત હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમનું 4 જુલાઈના રોજ નિધન થયું હતું. આજે પ્રદીપ રાવતની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેમની અંતિમ યાત્રાના વીડિયો પણ સામે આવી રહ્યા છે.
અલવિદા પ્રદીપ રાવત...
સોશિયલ મીડિયા પર પ્રદીપ રાવતની અંતિમ યાત્રાના વીડિયો સામે આવી રહ્યા છે. તેમની અંતિમ યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા વાહનને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વાહન પર તેમની તસવીર પણ લગાવવામાં આવી છે, જેના પર ભાવભીની શ્રદ્ધાંજલિ લખવામાં આવ્યું છે. આ ઉપરાંત વાહનની બાજુમાં પ્રદીપ રાવતનું એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે.
https://www.instagram.com/reel/DbqBY9ATpuL/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
