આપણા દેશ પર થયેલા 26/11 ના હુમલાનું દર્દ લોકોના દિલમાંથી આજે પણ ગયું નથી. ભારત પર થયેલા સૌથી મોટા અને ક્રૂર હુમલાની યાદો આજે પણ તાજી છે. જો આ યાદો ભૂલાવા લાગે તો બોલીવુડ એક નવા દ્રષ્ટિકોણ સાથે ફિલ્મ લઈને આવી જાય છે.

કસાબ સામે કોર્ટમાં દમદાર લડાઈ

ફિલ્મની શરૂઆત ઉજ્જવલ નિકમને કસાબનો કેસ મળવાથી થાય છે. તેમનું કામ એ ઉગ્રવાદી સામે કેસ તૈયાર કરવાનું છે, જેણે માસૂમોનો જીવ લીધો હતો. તેમની સામે કસાબના વકીલ તરીકે અબ્બાસ કાઝમી ઊભા છે. કાઝમી સિવાય કોઈ આ કેસ લડવા તૈયાર નહોતું. પ્રહારના માધ્યમથી આપણને તે સમયના કોર્ટરૂમમાં પહોંચવાની તક મળે છે.

કોર્ટરૂમ અને પરિવાર વચ્ચે સંઘર્ષ

ફિલ્મમાં બે કહાની એકસાથે ચાલે છે. એક તરફ નિકમ કસાબનો હાઈ પ્રોફાઈલ કેસ સંભાળી રહ્યા છે, તો બીજી તરફ પોતાના પરિવારની જવાબદારીઓમાં પાછળ રહી જાય છે. કોર્ટરૂમમાં જીત મેળવનારા નિકમ પોતાની અંગત જિંદગીમાં સંઘર્ષ કરતા દેખાય છે.
https://www.instagram.com/reel/DeMs6yPohhT/?utm_source=ig_web_copy_link&xtok=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

પરિવારની સમસ્યાઓ અને સંબંધોની ખેંચતાણ

ઘરમાં તેમની પત્ની જ્યોતિ, દીકરો અનિકેત અને દીકરી શર્વરી છે. પત્ની ખૂબ સાથ આપે છે, પણ દીકરા સાથે તેમના સંબંધો વણસેલા રહે છે. કસાબને સજા અપાવવાની મથામણ સાથે ઉજ્જવલ નિકમ દીકરા સાથેના સંબંધો સુધારવામાં પડતી મુશ્કેલીઓનો પણ સામનો કરે છે.

સ્ટોરી અને કલાકારોનો અભિનય

આ ફિલ્મ કોઈ ધર્મને ખોટો નથી ગણાવતી કે નથી ભારત-પાકિસ્તાન કરતી. ડિરેક્ટર અવિનાશ અરુણ અને લેખક સુમિત રોયે સ્ક્રીનપ્લે પર ખાસ ધ્યાન આપ્યું છે. ફર્સ્ટ હાફ ઝડપી અને રોમાંચક છે, જેમાં પાકિસ્તાનના પ્રોસિક્યુટર તરીકે જયદીપ અહલાવતનું કામ શાનદાર છે. તેમની અને નિકમ વચ્ચેની વાતચીત ઘણા સારા સીન ઊભા કરે છે.
https://www.instagram.com/p/DehePedIDRo/?utm_source=ig_web_copy_link&mdxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

સેકન્ડ હાફ ધીમો પણ ભાવુક

ફિલ્મનો સેકન્ડ હાફ થોડો ધીમો પડે છે અને સંઘર્ષ લંબાતો લાગે છે. છતાં રેલવે સ્ટેશન પર કસાબ દ્વારા માર્યા ગયેલા બાળકી કોમલ આહિરકરની કોર્ટમાં રજૂ થતી આપવીતી દર્શકોને હચમચાવી દે છે. આ નાનકડા રોલમાં દિયોર વર્ગેસે ખૂબ સારો અભિનય કર્યો છે.

રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની જોરદાર એક્ટિંગ

રાજકુમાર રાવે ઉજ્જવલ નિકમના પાત્રમાં લાજવાબ કામ કર્યું છે. પત્નીના રોલમાં વામિકા ગબ્બીએ ઉંમરલાયક મહિલાની બોડી લેંગ્વેજ ખૂબ સારી રીતે પકડી છે. ફિલ્મ ન્યાયની આ લડાઈને નજીકથી બતાવે છે, જે એક વાર જોવી જરૂરી છે.

આ પણ વાંચો-Ramayana : ત્રણેય લોક સામે રાવણનો વધ કરીશ... યશનું રૌદ્ર રૂપ અને રણબીરની સૌમ્યતા, રામાયણનું વધુ એક ટ્રેલર રિલીઝ