ઇન્ડિયન આઇડલ સીઝન 3 ના વિજેતા અને પાતાળ લોક 2 ના અભિનેતા પ્રશાંત તમાંગનું અવસાન થયું. તેમણે પોતાના દમદાર અભિનય અને ગાયકીથી લાખો લોકોના દિલ જીતી લીધા. જોકે, તેમના અચાનક અવસાનથી તેમના ફેન્સ આઘાત અને દુઃખ બંનેમાં ડૂબી ગયા. તેમની પત્નીએ તેમના અચાનક અવસાન પાછળનું કારણ જાહેર કર્યું છે.
અભિનેતાના મૃત્યુ પાછળનું કારણ શું?
પ્રશાંતના અચાનક મૃત્યુના સમાચારથી અફવાઓનો માહોલ સર્જાયો, પરંતુ તેમની પત્ની માર્થા એલે (ગીતા થાપા) એ પોતાનું મૌન તોડ્યું અને મીડિયાને કહ્યું, તે એક નેચરલ મૃત્યુ હતું. તેમનું નિંદ્રામાં અવસાન થયું. તે સમયે હું તેમની બાજુમાં જ હતી. અન્ય અહેવાલો અનુસાર, પ્રશાંત તે રાત્રે સારી રીતે સૂઈ ગયા હતા, પરંતુ ઊંઘ દરમિયાન તેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવ્યો હશે, જેના કારણે તેનું મૃત્યુ થયું હશે. પ્રશાંત સવારે ઉઠ્યા નહીં. તેની પત્નીએ તેને નેચરલ મૃત્યુ ગણાવ્યું છે.













