બોલીવુડ અભિનેત્રી પ્રિતી ઝિન્ટાની પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હી છે. અભિનેત્રી પ્રિતી ઝિન્ટાએ આ પોસ્ટ રણવીર સિંહની 'ધુરંધર' ફિલ્મ જોયા બાદ કરી. અભિનેત્રી 'ધુરંધર' જોઈ ભાવુક થઈ ગઈ અને તરત જ સોશિયલ મીડિયામાં પોતાની લાગણી શેર કરી. પ્રિતીએ લખ્યું કે લાંબા સમય બાદ મેં કોઈ માસ્ટર પીસ ફિલ્મ જોઈ. આ ફિલ્મ સર્વોત્તમ ફિલ્મનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સાથે અભિનેત્રીએ ફેન્સને અપીલ કરી કે આ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં.
'ધુરંધર' ફિલ્મે બોક્સ ઓફિસ પર ગદર મચાવી
5 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલ 'ધુરંધર' ફિલ્મ બોક્સ ઓફિસ પર ગદર મચાવી રહી છે. લાંબા સમય બાદ એવી ફિલ્મ આવી છે જેમાં લોકો હિરો સાથે વિલનની પણ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. રણવીર સિંહ, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને આર. માધવન અભિનીત આ ફિલ્મે 12મા દિવસે 400 કરોડ રૂપિયાના ક્લબમાં પ્રવેશ કરી લીધો છે. આ ફિલ્મ જોયા બાદ પ્રીતિ ઝિન્ટા પણ પોતાની લાગણી રોકી ના શકી. સોશિયલ મીડિયામાં રિવ્યુ શેર કર્યો
આ કોઈ ફિલ્મ નથી, પ્રેમ પત્ર છે
પ્રિતી ઝિન્ટાએ લખ્યું કે આજનો દિવસ ખૂબ જ મજેદાર રહ્યો. ઘણા સમય પછી, મેં લાંબા સમય પછી થિયેટરમાં સારી ફિલ્મ જોઈ. "આ કોઈ ફિલ્મ નથી. આ દરેક અજાણ્યા પુરુષ, સ્ત્રી અને દેશભક્ત માટે એક પ્રેમ પત્ર છે જે આપણા દેશની રક્ષા માટે જોખમમાં ઊભા રહ્યા છે. વધુમાં તેણે લખ્યું કે બપોરનો શો ભરચક હતો અને વાહ, કેવું મજાનું અદ્ભૂત હતું ! આ કદાચ ઘણા સમયમાં મેં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં સુંદર કામગીરી બદલ કલાકારોનો હું આભાર માનું છે અને આવું શ્રેષ્ઠ દિગ્દર્શન કરનાર આદિત્ય ધર ખરેખર ખૂબ જ અદ્ભૂત છે.
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ફેન્સને અપીલ કરી
ખરેખર 'ધુરંધર' ફિલ્મ શાનદાર છે. કારણ કે 'સાડા ત્રણ કલાક એક પલકારામાં પસાર થઈ ગયા. હું તેને ફરીથી જોવા માટે તૈયાર છું. આદિત્ય ધર, મારી પાસે શબ્દો નથી ! આ સર્વોત્તમ ફિલ્મનો શ્રેષ્ઠ નમૂનો છે. સંગીત, કલાકારો અને ફિલ્મની વાર્તા બધું જ સરસ છે. સૌથી સારું આદિત્ય ધરનું શ્રેષ્ઠ દિગ્દર્શન છે. મુખ્ય અભિનેતા રણવીરસિંહથી લઈને અક્ષયખન્ના, સંજયદત્ત, આર.માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને સૌમ્યા ટંડન સહિત તમામ કલાકારોએ અદ્ભૂત કામ કર્યું છે. હું ફેન્સને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં. ખરેખર ! આ અદ્ભૂત ફિલ્મ છે.'
આ પણ વાંચો : Entertainment : ધુરંધર’માં આ અભિનેત્રીએ કર્યો ધમાકેદાર આઇટમ નંબર, કહ્યું ,'કોઈ અફસોસ નથી '