બોલીવુડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરાના ફેન્સને થોડી રાહત મળી છે. 90 વર્ષીય અભિનેતાને શનિવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રેમ ચોપરાને લગભગ એક અઠવાડિયા પહેલા વાયરલ ચેપ અને ઉંમર સંબંધિત બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નીતિન ગોખલેએ પ્રેમ ચોપરાના રજાના સમાચારની પુષ્ટિ કરી હતી.


આ બીમારીના કારણે કરવામાં આવ્યા હતા એડમિટ

પ્રેમ ચોપરાના પરિવારે પણ અભિનેતાના હોસ્પિટલમાંથી ઘરે પહોંચવાની પુષ્ટિ કરી. પ્રેમ ચોપરાની સારવાર લીલાવતી હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ નીતિન ગોખલેની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી હતી. અગાઉ, લીલાવતી હોસ્પિટલના ડૉ. જલીલ પારકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને હૃદય રોગ અને વાયરલ ચેપ છે, તેથી હું તેમના ફેફસાંની સારવાર કરી રહ્યો છું. તેઓ ICUમાં નથી તેઓ વોર્ડમાં છે. તે સમયે, ડૉક્ટરે કહ્યું હતું કે તેઓ સ્વસ્થ થઈ જશે અને ત્રણથી ચાર દિવસમાં તેમને રજા આપવામાં આવશે.

પ્રેમ ચોપરાની ફિલ્મો

પ્રેમ ચોપરાને હિન્દી સિનેમાના સૌથી શક્તિશાળી ખલનાયકોમાંના એક ગણવામાં આવે છે. તેમણે 60 અને 70 ના દાયકામાં ઘણી યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો. છ દાયકાની કારકિર્દીમાં, તેમણે 380 થી વધુ ફિલ્મોમાં શક્તિશાળી ભૂમિકાઓ ભજવી હતી. તેમની સૌથી જાણીતી ફિલ્મોમાં (1964), ઉપકાર (1967), દો રાસ્તે (1969), કટી પતંગ (1970), બોબી (1973), દો અંજાને (1976), ત્રિશુલ (1978), દોસ્તાના (1980) અને ક્રાંતિ (1981)નો સમાવેશ થાય છે.

ધર્મેન્દ્રની તબિયત પણ લથડી હતી

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક બની હતી. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા દિવસોની સારવાર પછી, તેમનો પરિવાર તેમને ઘરે લાવ્યો, અને અભિનેતા હવે ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેમના મૃત્યુની ચર્ચાઓ પણ ફેલાઈ હતી, જોકે તેમની પુત્રી, એશા દેઓલે પાછળથી બધા અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. હાલમાં, ધર્મેન્દ્રની સની વિલામાં સારવાર ચાલી રહી છે.


  • Follow us on: