પ્રિયંકા ચોપરા બોલીવુડ અને હોલિવુડની સૌથી ટેલેન્ટેડ અભિનેત્રીમાંથી એક છે. પ્રિયંકા ચોપરાએ પુરુષોને સલાહ આપી છે કે પત્ની શોધતી વખતે કુંવારી પત્ની ન શોધો તેને સ્વભાવ અને વર્તન પર આધારિક નક્કી કરો. 


પ્રિયંકાની પોસ્ટથી ખુલાસો 

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા ચોપરાએ પુરુષોને સલાહ આપી છે પરંતુ પ્રિયંકા ચોપરાએ આ વાતનો ઇનકાર કર્યો છે.અભિનેત્રી કહ્યું છે કે, આ પોસ્ટને નકલી છે અને કોઈ પણ સામગ્રી ફક્ત ઓનલાઈન વાયરલ થવાથી વાસ્તવિક બની જતી નથી. પ્રિયંકાએ સિંગલ લોકોને ખાસ સલાહ આપી છે. કોઈપણ યુવતી શોધો ત્યારે તે ના જોવો કે તે કુંવારી છે કે નહીં. કુવારાપણું રાતોરાત ખતમ થઈ જાય છે પરંતુ સ્વભાવ હંમેશા જુઓ.


પ્રિયંકા ચોપરાએ કરી સ્પષ્ટતા

પ્રિયંકા ચોપરાએ આ પોસ્ટને નકલી ગણાવી અને ઇન્સ્ટા સ્ટોરી દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, 'આ મારું નિવેદન નથી કે મારો અવાજ નથી. ફક્ત એટલા માટે કે તે ઓનલાઈન છે તેનો અર્થ એ નથી કે તે સાચું છે. નકલી સામગ્રી બનાવવી હવે વાયરલ થવાનો એક સરળ રસ્તો બની ગયો છે.'


  • Follow us on: