ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા બોલીવુડ તેમજ હોલીવુડમાં ફેન્સને પ્રભાવિત કરી રહી છે. અભિનેત્રીએ તેની આગામી ફિલ્મ ધ બ્લફ માટે હેડલાઇન્સ બનાવી છે. પ્રિયંકા ચોપરા કાર્લ અર્બન સાથે ધ બ્લફમાં એક્શન કરતી જોવા મળશે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ધ બ્લફના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તેણે સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ફિલ્મનો સેટ 1800 ના દાયકામાં સેટ થયેલ છે. પ્રિયંકા ચોપરાના આ ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, અને તેના લુકથી ફેન્સમાં ફિલ્મ જોવા માટે ઉત્સાહ વધી ગયો છે.
પ્રિયંકા ચોપરાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા બોલીવુડ તેમજ હોલીવુડમાં ફેન્સને પ્રભાવિત કરી રહી છે. અભિનેત્રીએ તેની આગામી ફિલ્મ ધ બ્લફ માટે હેડલાઇન્સ બનાવી છે. પ્રિયંકા ચોપરા કાર્લ અર્બન સાથે ધ બ્લફ માં એક્શન કરતી જોવા મળશે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ધ બ્લફના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ફિલ્મનો સેટ 1800 ના દાયકામાં સેટ થયેલ છે. પ્રિયંકા ચોપરાના આ ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, અને તેના લુકથી ફેન્માંસમાં ફિલ્મ જોવા માટે ઉત્સાહ વધી ગયો છે.

ફિલ્મમાં અભિનેત્રીનો લુક છે કિલર
પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે એર્સેલ બોડેનનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં આ પાત્ર 'બ્લડ મેરી' તરીકે જાણીતા એક પ્રખ્યાત મહિલા પાઈરેટથી પ્રેરિત છે. શેર કરેલી તસવીરોમાં પ્રિયંકા ચોપરા પણ પાઈરેટના લુકમાં જ જોવા મળી રહી છે. હાથમાં તલવાર અને વિખરાયેલા વાળમાં પ્રિયંકા ખૂબ જ ક્લાસી લાગી રહી છે.બીજી તસવીરમાં અભિનેત્રી લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે અને તેના હાથમાં બંદૂક છે. આ તસવીરોની સાથે જ કેટલીક તસવીરોમાં દરિયા કિનારો બતાવવામાં આવ્યો છે, જેમાં ફિલ્મના ડાયરેક્ટર ફ્રેન્ક ઈ ફ્લાવર્સ પણ જોવા મળી રહ્યા છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ
ધ બ્લફમાં પ્રિયંકા ચોપરા, કાર્લ અર્બન, ઇસ્માઇલ ક્રુઝ કોર્ડોવા, સફિયા ઓકલી-ગ્રીન અને ટેમુએરા મોરિસન મુખ્ય ભૂમિકામાં છે. ફ્રેન્ક ઇ. ફ્લાવર્સ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક્શનથી ભરપૂર છે. આ પ્રિયંકા ચોપરાનો પહેલો હોલીવુડ પ્રોજેક્ટ નથી, અભિનેત્રી અગાઉ બેવોચ, ધ મેટ્રિક્સ રિસરેક્શન્સ અને લવ અગેઇન જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેણે સિટાડેલ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.
આ પણ વાંચો- Toxic : એનિમલ કરતાં પણ વધુ ખતરનાક ટૉક્સિક! રાયા બનીને ટીઝરમાં ત્રાટક્યો રોકી ભાઈ! જુઓ ધમાકેદાર ટીઝર